Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ટ્રાન્‍સજેન્‍ડર રાગિણી પટેલ દ્વારા ઘરે -ઘરે મતદાન અપીલ

રાજકોટ તા. ૨૩: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨માં લોકો સગર્વ જોડાઈને મતદાન થકી લોકશાહીને સશક્‍ત બનાવે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્‍વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

જે અનુલક્ષીને જિલ્લા આઇકોન તરીકે નિયુક્‍ત થયેલાં ટ્રાન્‍સજેન્‍ડર રાગિણી પટેલ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સ્‍વીપ અંતર્ગત અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે. જેમાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં ઘરે ઘરે જઈને નાગરિકોને ૧ ડિસેમ્‍બરના રોજ પોતાનો અમુલ્‍ય મત આપવાની અપીલ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સ્‍વીપ અંતર્ગત અવસર રથના માધ્‍યમ થકી યુવાઓને મતદાન અંગે જાગૃત કરવા, શાળાઓમાં વાલીઓને મતદાન કરવા અંગે સંકલ્‍પ પત્રો, વયોવૃધ્‍ધ વ્‍યક્‍તિઓને ઘરે મતદાન માટેની સુવિધાઓ અંગે પરિચિત કરવા, બુથ મથકો ઉપર સગર્ભાઓ અને દિવ્‍યાંગો માટે કરાયેલી વ્‍યવસ્‍થા અંગે જાણકારી પુરી પાડવામાં આવે છે.

(3:56 pm IST)