Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

શો રૂમમાં બાઇક સર્વિસ કરાવવા બાબતે શામરાજભાઇ અને ફઇના દીકરા વિરજી પર હુમલો

કુવાડવા રોડ ડી માર્ટ પાસે હોન્‍ડાના શો-રૂમમાં બનાવ : સર્વિસ મેનેજર સહિત સાત શખ્‍સો સામે બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩ : કુવાડવા રોડ પર ડી-માર્ટની પાસે આવેલા હોન્‍ડાના શો-રૂમમાં બાઇક સર્વિસ કરાવવા માટે ગયેલા યુવાન અને તેના ફઇના દીકરા સાથે શો-રૂમના સર્વિસ મેનેજર સહિત સાત શખ્‍સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. મળતી વિગત મુજબ બેડીપરા સિતારામ ચોક પાસે રહેતો વિરજી દેશળભાઇ ડોડીયા (ઉ.૨૮) ગઇકાલે પોતાનું બાઇક લઇને કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે આવેલા હોન્‍ડાના શો-રૂમમાં બાઇક સર્વિસ કરાવવા માટે ગયો હતો. ત્‍યારે શો-રૂમમાં સર્વિસ મેનેજરે સહિત ત્રણ શખ્‍સોએ ‘બાઇક અત્‍યારે સર્વિસ નહી થાય' તેમ કહેતા વિરજી સાથે બોલાચાલી થઇ હતી. બોલાચાલી થતા ફોન કરતા તેના કૌટુંબીક ભાઇ શામરાજભાઇ વનરાજભાઇ હેરમા (ઉ.૩૩) શો-રૂમે દોડી આવ્‍યા હતા અને શો-રૂમના સર્વિસ મેનેજર તથા અન્‍ય કર્મચારીઓને સમજાવતા ઉશ્‍કેરાઇ જઇ શામરાજભાઇ તથા તેના ફઇના દીકરા વિરજીને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)