Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મારામારીના અનેક ગુનામાં સામેલ ભુરો સીંધવ પાસામાં ધકેલાયો

થોરાળા પોલીસે વોરંટની બજવણી કરી જુનાગઢ જેલમાં ધકેલી દીધો

રાજકોટ, તા.૨૩: થોરાળા વિસ્‍તારમાં મારામારીના અનેક ગુનામાં શખ્‍સને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્‍યો છે.

મળતી વિગત મુજબ થોરાળા વિસ્‍તારમાં મારામારીના અનેક ગુનામાં સામેલ ભુરો શામજીભાઇ સીંધવ (ઉ.વ.૨૫) (રહે. પી.ટી.સી ગ્રાઉન્‍ડ પાસે યુવરાજનગરની સામે ઝુંપડામાં)ને પાસામાં ધકેલવા માટે પીસી() શાખાના પી.આઇ. જે.આર.દેસાઇ, એ.એસ.આઇ.રાજુભાઇ દહેકવાલ હેડ કોન્‍સ ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્‍વામીએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર શ્રીરાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા થોરાળા પોલીસે વોરંટના આધારે ભુરા સીંધવને પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં ધકેલી દીધો હતો. આ વોરંટની બજવણી પી.આઇ.એલ.કે.જેઠવા, પી.એસ.આઇ જી.એસ.ગઢવી, હેડ કોન્‍સ શૈલેષભાઇ ભીસડીયા, ભુપતભાઇ વાસાણી, વિમલભાઇ ધાણજા, ધીરૂભાઇ, જયદીપભાઇ, નરસંગભાઇ, રમેશભાઇ,   કિરણભાઇ, નરેશભાઇ, વિક્રમભાઇ, પ્રધ્‍યમનસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:04 pm IST)