Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

દેશ-દુનિયાનું ધ્‍યાન ખેંચાય તે રીતે ભાજપના શાસનમાં ગુજરાતના યાત્રાધામો- પર્યટન સ્‍થળોનો વિકાસઃ રાજુ ધ્રુવ

રાજકોટઃ ભાજપના શાસનમાં ભારત અને ગુજરાતના યાત્રાધામો દિવ્‍ય અને ભવ્‍ય બન્‍યા છે. હિંદુઓ શાંતિ-સલામતિથી સ્‍વચ્‍છ મંદિરોમાં દર્શન, અર્ચન, પૂજન અને કીર્તન કરી શકે છે. ભારતીય સંસ્‍કળતિ અને ધર્મ સાથે અધ્‍યાત્‍મનો ત્રિવેણીસંગમ ધરાવતા મંદિરોમાં સ્‍વચ્‍છતા, સલામતિ અને સુવિધાના ત્રિવેણીસંગમનો સમન્‍વય થતા ગુજરાતના યાત્રાધામોએ દેશ-દુનિયાના પર્યટકોએ પોતાના તરફ આકર્ષયા છે એવું ગુજરાત રાજ્‍ય પવિત્ર યાત્રાધામ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે.

 કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી અને રાજ્‍યમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાતના યાત્રાધામોના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્‍યા છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજીથી લઈ હિંદુ ધર્મના તમામ નાનામોટા મંદિરો - યાત્રાઘામના સ્‍થળોએ અનેકવિધ સુવિધાઓ વિકસાવામાં આવી હોવાનું તેઓએ જણાવ્‍યું છે.વિવિધ રાજ્‍યોમાંથી, દેશ-દુનિયામાંથી દર વર્ષે આશરે એક કરોડ જેટલા ભક્‍તો ગુજરાતમાં આવેલા અનેક મંદિરોના દર્શન કરવા આવે છે. કરોડો યાત્રાળુઓ ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લેતા હોય છે એવા સમયે તેઓને રહેવાજમવા માટે ભોજનશાળા, આશ્રયસ્‍થાન, પીવાના પાણી, રોપ-વે, વ્‍હીલચેર, મોટરકાર, બસ, ટ્રેન સહિતની સુવિધાઓ મળી રહે એ ભાજપ સરકારની પ્રાથમિકતા રહી છે. રાજ્‍યના વડીલો યાત્રાધામોની મુલાકાત લઈ શકે તે માટે શ્રવણતીર્થ યોજના પણ અમલમાં છે તો બીજી તરફ તમામ નાનામોટા યાત્રાધામોને રોડ-રસ્‍તા ઉપરાંત હવાઈમાર્ગે પણ મુખ્‍ય નગરો સાથે જોડવામાં આવી રહ્યા છે. ભાજપની ડબલ એન્‍જીન સરકારનો પ્રયાસ છે કે, મંદિરોને માત્ર આધુનિક સુવિધાસભર જ બનાવવા નહીં પરંતુ તેમનો સાંસ્‍કળતિક, ધાર્મિક અને આધ્‍યાત્‍મિક વારસો જાળવીને તેમને વધુને વધુ દિવ્‍ય તેમજ ભવ્‍ય બનાવવા.

 મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતળત્‍વ હેઠળ રાજ્‍યના પવિત્ર યાત્રાધામો ઉપરાંત પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે પણ અનેકવિધ પગલાં લેવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૨ વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે કાઠું કાઢયું છે. દરિયા કિનારો, વન પ્રદેશ, પહાડો અને રણ એમ ચારેય દિશાઓમાંથી કુદરતે ગુજરાતને અદભૂત કુદરતી સાંદર્યનો ખજાનો આપ્‍યો છે. ગુજરાત એક એવું રાજ્‍ય છે કે, જ્‍યાં વન અને વન્‍ય જીવન જ નહીં પણ સમગ્ર જૈવિક વિવિધતાના સંરક્ષણ અર્થે દીર્ઘદ્રષ્ટીપૂર્ણ આયોજન કરાયું છે. જેને પરિણામે દેશ જ નહીં, પરંતુ સમસ્‍ત વિશ્વના પપ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાયા છે.

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંવર્ધન માટે કટીબધ્‍ધ સરકારે ગીર તેમજ બળહદ ગીરમાં વસતા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સંકલિત યોજના જાહેર કરી છે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીને નિહાળવા માટે વિશ્વભરમાંથી લોકો આવી રહ્યા છે. સાથે જ કચ્‍છમાં યોજાતો રણોત્‍સવ, વાયબ્રન્‍ટ ગુજરાત, આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ, ગિર અભયારણ્‍ય વગેરે જેવા પ્રવાસન આકર્ષણો અનેક પ્રવાસીઓને ગુજરાત તરફ ખેંચી લાવે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસનમાં પ્રવાસન કેન્‍દ્રોનો સંપૂર્ણ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન છે. સૌના સાથ સૌના વિકાસથી.. જનતાના સાથ-સહકારથી ગુજરાતના પર્યટન સ્‍થાન અને પવિત્રધામો આજે દેશ-દુનિયાના નકશામાં ઉડીને આંખે વળગે એવા બન્‍યા છે.ગુજરાતના વિરાસત સ્‍થળો, સાંસ્‍કળતિક વારસાઓ, ધાર્મિક સ્‍થાનકો જે હેરિટેજ સાઈટોની અગાઉ કોંગ્રેસના શાસનમાં અવગણના થતી હતી તે હવે ભાજપ સરકારના શાસનમાં સૌના સહિયારા પ્રયાસોથી વિકસાવવામાં આવ્‍યા છે. ત્‍યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં કમળના નિશાનવાળું બટન દબાવીને ભાજપને મત આપવા અંતમાં રાજુભાઈ ધ્રુવે અપીલ કરતા જણાવ્‍યું છે.

(4:04 pm IST)