Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પડધરીના બાઘી બસસ્ટોપ પાસેથી ટેન્કરમાં ૬૪ હજારના ગાંજા સાથે આરીફ અને અબાન પકડાયા

રૂરલ એસઓજીના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા અને હેડ કોન્સ અમીતભાઇ કનેરીયાની બાતમીઃ ચાલક આરીફ દલ અને કલીનર અબાન મહેડાની ધરપકડ : મહારાષ્ટ્રથી ગાંજો લઇ પડધરી જતા'તા

રાજકોટ તા.ર૪ : પડધરીના બાઘી બસસ્ટોપ પાસેથી રૂરલ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ટેન્કરમાંથી રૂ.૬૪૦૦૦ ની કિંમતના ૬ કિલો ૪૦૦ ગ્રામ ગાંજા સાથે ડ્રાઇવર કલીનરને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પડધરી નજીક એક ટન્કરમાં કેટલાક શખ્સો માદક પદાર્થનો જથ્થો લઇને નિકળવાના હોવાની રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા અને હેડ કોન્સ અમીતભાઇ કનેરીયાને બાતમી મળતા સ્ટાફ સાથે વોચમાં હતા ત્યારે પડધરીના બાઘીના બસ સ્ટોપ પાસેથી પસાર થતા જીજે-૩ બી ડબલ્યુ -૧પ૦ નંબરના ટેન્કરને શંકાના આધારે રોકી તલાશી લેતા ટેન્કરમાંથી રૂ.૬૪૦૦૦ ની કિંમતનો ૬ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા ટેન્કર ચાલક આરીફ ઇબ્રાહીમ દલ (ઉ.૪૦) (રહે.પડધરી મોવૈયાનાઢાળે) અને કલીનર અબાન ભંગડાભાઇ મહેડા (ઉ.ર૪) (રહે. પાળીયાગામ દીલીપભાઇ ગાંડુભાઇ પટેની વાડીમાં તા.પડધરી મુ ખેડલી હનુમાન ગામ, એમ.પી)ને પકડી લઇ રૂ. ૧૦ લાખની કિંમતનું ટેન્કર અને ગાંજાનો જથ્થો મળી રૂ.૧૦,૭૪,૦૦૦ ની મતા કબ્જે કરી હતી બંને શખ્સો જામનગરથી ટેન્કરમાં પેટ્રોલ ભરીને મહારાષ્ટ્રમાં ટેન્કર ખાલી કરીને પરત આવતી વખતે ગાંજો લઇ આવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. બાદ બંનેને પડધરી પોલીસને સોપ્યા હતા આ કામગીરી રૂરલ એલ.સી.બી.ના પી.આઇ.એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એમ.રાણા, એ.એસ.આઇ.ઉપેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. પરવેઝભાઇ સમા, હેડકોન્સ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, અમીતભાઇ કનેરીયા, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ રણજીતાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી કોન્સ નરશીભાઇ અને નેહલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.

(12:51 pm IST)