Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વાવડી તથાગતનગરમાંથી ૮૪ હજારનો દારૂ ભરેલી રિક્ષા સાથે બે પકડાયા

ભરત વારસુરનું નામ ખુલ્યું: તાલુકા પોલીસ મથકના મોહસીનખાન મલેક અને હરસુખ સબાડની બાતમી પરથી પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોરની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: વાવડી દોઢસો ફુટ રીંગ રોડ તથાગતનગર મફતીયાપરા ૨૫ વારીયામાંથી રિક્ષામાં ૮૪ હજારનો દારૂ ભરીને નીકળેલા બે શખ્સને તાલુકા પોલીસે પકડી લીધા હતાં. આ દારૂમાં એક શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. મનિષ સોઢીયા અને હરસુખ સબાડને મળેલી બાતમી પરથી તથાગતનગર ૨૫ વારીયા ૧/૪ના ખુણે વોચ રાખી જીજે૦૩એયુ-૨૮૬૨ અટકાવી તલાસી લેતાં રૂ. ૮૪ હજારનો દારૂનો જથ્થો મળતાં તે તથા ૫૦ હજારની રિક્ષા મળી રૂ. ૧,૩૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસે બે શખ્સો વાવડી તથાગતનગરના સુનિલ પાલાભાઇ ચાવડા (ઉ.૩૦) અને સોણસરાના જગદીશ દલાભાઇ પરમાર (ઉ.૪૩)ને પકડી લીધા હતાં. પુછતાછમાં આ દારૂમાં તથાગતનગર-૩માં રહેતાં ભરત વારસુરનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અને પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ જે. ડી. વાઘેલા, હેડકોન્સ. વિજયગીરી, મોહસીનખાન, કોન્સ. અમીનભાઇ, હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ અને અરજણભાઇએ આ કામગીરી કરી હતી.

(2:39 pm IST)