Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ચકલા પોપટના ચિત્રો પર જૂગાર રમતાં ૭ પકડાયા

ઘનશ્યામનગર સામે પટમાં ભકિતનગર પોલીસનો દરોડો

રાજકોટ તા. ૨૪: સહકાર રોડ પર ઘનશ્યામનગર પાસે મફતીયાપરા-૮ના ખુણે શોૈચાલય સામેના પટમાં બેસી ચકલા પોપટના ચિત્રો પર જૂગાર રમતાં ૭ શખ્સોને ભકિતનગર પોલીસે પકડી લઇ રૂ. ૧૫૬૩૦ની રોકડ કબ્જે કરી હતી.

પોલીસે દરોડો પાડી જીજ્ઞેશ ઉર્ફ જીગો ખીમજીભાઇ વાવડીયા, વિજય હિમતભાઇ સાગઠીયા, સુનિલ ભીખાભાઇ સિંધવ, ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા (રહે. ચારેય ઘનશ્યામનગર) તથા અનિલ નાનજીભાઇ ચાવડા (સહકારનગર), કાળુ ધીરૂભાઇ સુરેલા (ન્યુ સાગર સોસયટી) અને મહેન્દ્ર મુલચંદભાઇ દાયમા (ઇન્દિરાનગર)ને પકડી લઇ ચલકા પોપટના ચિત્રો છાપેલા પ્લાસ્ટીકના બેનર તથા રોકડા ૧૫૬૩૦ કબ્જે કર્યા હતાં. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમના પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, દિનેશભાઇ બગડા, કોન્સ. વાલજીભાઇ જાડા, પ્રવિણભાઇ સોનારા, રવિભાઇ બાવળવા, હોમગાર્ડ નિલેષ હેરમા સહિતે આ દરોડો રણજીતસિંહ અને વાલજીભાઇની બાતમી પરથી પાડ્યો હતો.

(2:39 pm IST)