Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

લગ્નની નોંધણી ન કરાવનારા બે સામે ગુન્‍હોઃ રાત્રી કર્ફયુના ૭૬ સહિત જાહેરનામા ભંગના ૧૦પ કેસ

માસ્‍કના ૧૧, સોશિયલ ડીસ્‍ટન્‍સ ન જાળવનાર દુકાન - રેસ્‍ટોરન્‍ટના સંચાલક સહિત ૧૩ સામે કાર્યવાહી થઇ

રાજકોટ તા. ર૪: કોરોના કેસમાં થઇ રહેલા વધારાનેધ્‍યાને લઇ સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી રહી છે. જેનું પોલીસ દ્વારા પાલન કરાવવામાં આવી રહ્યું છે. સરકારે તાજેતરમાં માર્ગદર્શિકા મુજબ લગ્ન પ્રસંગમાં દોઢસોથી વધુ વ્‍યકિતઓ એકત્ર થઇ થઇ શકશે નહી તેમજ પ૦ ટકાની મર્યાદામાં મહેમાન અકતર ન કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે ત્‍યારે આ નિયમોની અવગણના કરી લગ્ન અંગેની નોંધણી ડિજીટલ પોર્ટલમાં ન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્‍યારે રવીવારે જુદા-જુદા વિસ્‍તારમાં બે લગ્ન સમારોહમાં પોલીસે સ્‍થળ પર પહોંચી લગ્નની નોંધણી ન કરાવનારા બે અને રાત્રી કર્ફયું સહિત ૧૦પ કેસ  નોંધાયા છે.
ભકિતનગર પોલીસ મથકના સ્‍ટાફે ચેકિંગ દરમિયાન ઢેબર રોડ પર નારાયણ નગર શેરી નં. ૧૦ મફતીયાપરામાં ચાલી રહેલા લગ્નમાં તપાસ કરતા તેઓએ આ લગ્ન અંગે નોંધણી ન કરાવી હોઇ પોલીસે આયોજક અમુલભાઇ મુન્નાભાઇ વાજેલીયા સામે તેમજ યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ પર કૈલાશ પાર્ક પાસે આવેલા પ્‍લોટસમાં લગ્ન સમારોહમાં તપાસ કરતા લગ્નની નોંધણી કરાવી ન હોઇ, વરરાજાના પિતા વિજયભાઇ ખેંગારભાઇ કિફલા સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરીહત ઉપરાંત પોલસે રાત્રે કર્ફયું સમયે જુદા-જુદા વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન ૭૬ સામે તથા માસ્‍કના ૧૧ તેમજ સોશ્‍યિલ ડીસ્‍ટન્‍સ ન જાળવનાર દુકાન-રેસ્‍ટોરન્‍ટના સંચાલક સહિત ૧૩ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કર કુલ ૧૦પ કેસ નોંધ્‍યા હતા.

 

(3:27 pm IST)