Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

દારૂના બે ગુનામાં ફરાર ભંગારનો વેપારી ઝુબેર સમાને ઝડપી લેતી ફરલો સ્કવોડ

રાજકોટ તા. ર૪ : શહેરના આજીડેમ વિસ્તારમાં પડકાયેલા વિદેશી દારૂના બે ગુનામાં ફરાર ભંગારના વેપારીને પેરોલ ફરલો સ્કવોડે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના બે ગુનામાં ફરાર શખ્સ આજીડેમ ચોકડી પાસે આવ્યો હોવાની પેરોલ ફરલો સ્કવોર્ડના હેડ કોન્સ ઝહીરભાઇ ખફીફ, અઝરૂદીનભાઇ બુખારી તથા સોનાબેન મુળીયાને બાતમી મળતા પી.એસ.આઇ. એમ.એસ.અંસારી, હેડ કોન્સ ઝહીરભાઇ, એસ.ઓ.જી.ના હેડ કોન્સ વિજેન્દ્રસિંહ, અઝરૂદીનભાઇ, અનીલસિંહ તથા સોનાબેન સહિતે આજીડેમ ચોકડી પાસેથી ભંગારનો વેપારી ઝૂબેર બશીરભાઇ સમા (ઉ.રર) (રહે. આજીડેમ ચોકડી અનમોલ પાર્ક શેરી નં.૧) ને પકડી લીધો હતો.

(3:56 pm IST)