Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સિવિલમાં ૨૦૦ કોરોના દર્દીઓની સારવારમાં વર્ગ ૧ થી ૪નો ૧૯૫થી વધુનો સ્ટાફ તૈનાતઃ ડો. અંજના ત્રિવેદી

રાઉન્ડ ધ કલોક ત્રણ શિફટમાં ફરજ બજાવી રહ્યા છે ડોકટર્સ,નર્સ,એટેન્ડન્ટસ તથા સ્વિપર્સ

રાજકોટ તા. ૨૪: શહેર તથા જિલ્લાના કોરોના દર્દીઓની સારવાર માટે યુનિવર્સિટી રોડ સ્થિત કેન્સર હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓની સેવા અને શુશ્રૂષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોવીસ કલાક ત્રણ શિફટમાં ૧૯૫ જેટલી વ્યકિતઓનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે.

 આ અંગેની વિગતો આપતાં આ સેન્ટરના મેડિકલ સુપ્રીન્ટેડેન્ટ ડો. અંજના ત્રિવેદીએ જણાવ્યું હતું કે,એક શિફટમાં ચાર ડોકટર્સ,૧૨ નર્સ,૨૫ સોશ્યલ વર્કર્સ-એટેન્ડન્ટસ તથા ૨૪ સ્વિપર્સ મળી ત્રણ શિફટમાં કુલ ૧૯૫ વ્યકિતઓની વ્યવસ્થા કરવામાં આવી છે,જેથી અહીં દાખલ થયેલા કોરોના દર્દીઓને યોગ્ય સારવાર આપી શકાય. દર્દીઓના સગાંઓ દ્વારા દર્દીઓ માટે લાવવામાં આવતી વસ્તુઓ પહોંચાડવાથી માંડીને દર્દીને વીડિયોકોલ કરાવવા,તેમની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવું,તેમને હિંમત આપવી,સમયસર દવા અને ખોરાક આપવો તથા તે લેવા માટે સમજાવવા,ડીસ્ચાર્જ થતા દર્દીઓની વસ્તુઓ તેમને પરત કરવી,સમગ્ર કેમ્પસની સાફ-સફાઇ કરવી વગેરે બાબતો સાથે આ ૧૯૫ વ્યકિતઓ સંકળાયેલા છે. તેમની ઉમદા ફરજ થકી જ સેન્ટરની કામગીરી ઉત્ત્।મ રીતે થઇ શકે છે,એમ ડો. અંજનાબેને ઉમેર્યું હતું.

પી.ડી.યુ. હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર માટે કોઇને પણ પૈસા ન આપવા સૂચના

 રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીનીયાદીમાં જણાવાયું છે,આ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ કે અન્ય કોઇ પણ બીમારીની સારવાર સંપૂર્ણ રીતે વના મૂલ્યે કરવામાં આવે છે,આથી આ હોસ્પિટલમાં દાખલ થતા દર્દી કે તેમના સગાંઓ પાસેથી કોઇ પણ વ્યકિત પૌસા માગે તો આપવા નહીં,અને આ બાબત અંગેપંડિત દીનદયાળ હોસ્પિટલનો સંપર્ક કરવો.પંડિત દીનદયાળ હોસ્પિટલસરકારી હોસ્પિટલ હોવાથી અહીં દર્દીઓ પાસેથી સારવાર પેટે કોઇ પણ પ્રકારનો ખર્ચ લેવામાં આવતો નથી,જેની દાખલ થતા અને સારવાર માટે આવતા તમામ દર્દીઓને નોંધ લેવાયાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)