Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

શિક્ષણ સમિતિની ચૂંટણી લડવા ફોર્મ માંગ્‍યુ અને ચૂંટણી મોકૂફ રાખવા આવેદન આપ્‍યું

કોંગ્રેસનું આヘર્યજનક વલણ :મેયર હાજર ન હોવાની ફોર્મ આપવા શુક્રવારનો સમય અપાયો

કોંગ્રેસ દ્વારા મેયર ઉપસ્‍થિત ન હોય, તેમના પીએને શિક્ષણ સમિતિની ચૂંટણી મોકૂફ રાખવા આવેદન આપવામાં આવ્‍યુ ત્‍યારની તસ્‍વીર (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ર૩ : મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્‍ધ થતા વેત રાજકારણમાં ઉફાણો આવ્‍યો છે. ૧૯ જૂનના ચૂંટણી યોજાનાર છે ત્‍યારે આજે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ ઉપાડવા જતા ચૂંટણી અધિકારી,  મેયર હાજર ન હોય ફોર્મ લઇ શકાયું ન હતું.

ઉપરાંત કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગર પાલિકાની શીક્ષણ સમિતિની ચૂંટણી વોર્ડ નં. ૧પ ના બે કોર્પોરેટરનો કેસ કોર્ટમાં પેન્‍ડીંગ હોય ને જયાં સુધી ચુકાદો ના આવે અને ૭ર કોપોરેટરનું બોર્ડ પુરુ ના થાય ત્‍યાં સુધી મુલત્‍વી રાખવા અંગે મેયર ડો. પ્રદીપ ડવની ગેરહાજરીમાં તેમના પીએ કનુભાઇ હીંડોચાને આવેદન પત્ર પણ પાઠવ્‍યું હતું. ઉપરાંત જો ચૂંટણી મુલત્‍વી ન રહે તો કોંગ્રેસ કોર્ટમાં જશેનું પણ  જણાવેલ હતું.

આજરોજ કોંગ્રેસ દ્વારા વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા, તથા કમલેશ કોઠીવારના નામ માટે ફોર્મ ઉપાડવા આવ્‍યા હતા ચૂંટણી અધિકારી હાજર ન હોવાથી ફોર્મ આપવામાં આવ્‍યા ન હતાં.

આ અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ ચૂંટણી અધિકારી મેયર ડો. પ્રદીપ ડવ સાથે ટેલીફોનીક વાતચીત પણ કરી હતી. મેયરે બે દિવસ પોતે ન હોવાનું જણાવી શુક્રવારે મેયર ચેમ્‍બરમાં ફોર્મ લેવા આવવા જણાવ્‍યું હતું.

આ તકે કોંગ્રેસ પ્રમુખ સંજય અજુડીયા, રઘુ રાવલ, વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા, કમલેશ કોઠીવાર, કેતન તાળા, નીલેષ ગોહેલ, ગોપાલ મોરવાડીયા, મેયર ચેમ્‍બર ખાતે હાજર રહ્યા હતાં.

(3:38 pm IST)