Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

રવિવારે UPSC પરીક્ષા : પેપરો આવી પહોંચ્‍યા

કલેકટર કચેરીમાં સ્‍ટ્રોંગરૂમ ઉભો કરાયો : રાઉન્‍ડ ધ કલોક પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ તા. ૨૩ : આગામી તા. ૨૮ના રવિવારે રાજકોટમાં IAS - IPS - IRS બનવા માંગતા ઉમેદવારો માટે યુપીએસસી દ્વારા સીવીલ સર્વિસ પ્રીલીમીનરી પરીક્ષા લેવાશે. જેમાં પેપર-૧ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ તથા પેપર-૨ બપોરે ૨.૩૦ થી ૪.૩૦નું રહેશે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કુલ ૧૪ કેન્‍દ્રો ઉપર ૩૬૩૬ ઉમેદવારો પરીક્ષા આપશે. પેપરો વહેલા આવી પહોંચ્‍યા છે અને કલેકટર કચેરીમાં બનાવાયેલ સ્‍ટ્રોંગરૂમમાં મૂકી દેવાયા છે, જે તા. ૨૮ના સવારે સુરક્ષા બંદોબસ્‍ત વચ્‍ચે બહાર કઢાશે. હાલ સ્‍ટ્રોંગરૂમ બહાર ૨૪ કલાક હથિયારધારી પોલીસ બંદોબસ્‍ત મૂકાયો છે.

દરેક કેન્‍દ્ર ઉપર વર્ગ-૨ કક્ષાના અધિકારીની ઇન્‍સ્‍પેકટરીંગ ઓફિસર તથા મદદનીશ સુપરવાઇઝર તરીકે નિમણુંક કરાઇ છે.

ઉમેદવારોને કેન્‍દ્રમાં મોબાઇલ - સ્‍માર્ટ વોચ કે અન્‍ય ઇલેકટ્રીક ઉપકરણો - ડેલ્‍કયુલેટર લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. દરેક કેન્‍દ્રમાં વીજ પુરવઠો, સફાઇ, શૌચાલય, પાણી વગેરે માટે આદેશો કરાયા છે. એસટી તંત્રને પણ બસો અંગે કહેવાયું છે. પરીક્ષાના દિવસે ડે. કલેકટરોને સુપરવિઝન તથા મામલતદારોને પેપરો લાવવા - લઇ જવા અંગે કામગીરી સોંપાઇ છે.

(3:50 pm IST)