Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

સ્‍વાદ અને સંગીતને સંગ જામ્‍યો ‘તાલ-તરંગ'નો રંગ

લગાતાર એક એકથી ચડિયાતા સુપરડુપર ૭ કાર્યક્રમો બાદ સભ્‍યોને મનોરંજનરૂપી બોનસ કાર્યક્રમની અનોખી ભેટ આપતું તાલતરંગ ગ્રુપ : અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત ઉપસ્‍થિત મહાનુભાવો અને શ્રોતાઓ એક સાથે જુમી ઉઠયા અને : ભારતીબેન નાયકના : તાલતરંગના ઉમંગને વધાવી લીધો : તાલતરંગ ગ્રુપનો કાર્યક્રમ પારિવારીક માહોલમાં સંપન્‍ન થયો હતો અને બધાના મોઢે એક જ વાત હતી ‘યે દિલ માંગે મોર' : સયાજી હોટલના હોલમાં જામ્‍યો તાલતરંગનો પારિવારીક માહોલ : મુંબઇના ગાયકો ગોવિંદ મિશ્રા (વોઇસ ઓફ મુકેશ), મનિષ કરંદીકર (સિંગર અને એન્‍કર) : તેમજ અમદાવાદના ગાયક : રવિજીએ જમાવટ કરી : તાલ તરંગ કલબને : ૧ વર્ષ પૂર્ણ થતા સંસ્‍થા દ્વારા મેમ્‍બર્સ માટે સ્‍નેહસભર સ્‍વાદ અને : સંગીતનો અદ્‌ભૂત વિશિષ્‍ટ યાદગાર કાર્યક્રમ યોજાયો : તાલ તરંગના જ મેમ્‍બરની દિકરી હર્ષી ભટ્ટને કલબ તરફથી પ્રોત્‍સાહન આપી ગીત રજૂ કરવાની તક સુમધુર ગીતો રજુ કરી લોકોની વાહવાહી મેળવી

રાજકોટ, તા.૨૩ : જો તુમ કો હો પસંદ વહી બાત કરેંગે, નયનને બંધ રાખીને મે જયારે, અજીબ દાસ્‍તાં હૈ યે, વાદા કરો નહીં છોડોગે તુમ મેરા સાથ, ગુલાબી આંખે જો તેરી દેખી, આજ જાને કી ઝીદ ના કરો, દમા દમ મસ્‍ત કલંદર....રવિવારની સાંજ રાજકોટવાસીઓ માટે એક યાદગાર ભેટ લઈને આવી હતી. ભારતીબેન નાયક પ્રસ્‍તુત સંગીત મઢ્‍યા તાલ તરંગ ક્‍લબ' ના સભ્‍યો માટે રાજકોટની હોટલ સયાજીમાં સંગીત સાથે સ્‍વાદનો જલસો યોજાયો હતો. તાલ તરંગ ક્‍લબને ૧ વર્ષ પૂર્ણ થતા સંસ્‍થા દ્વારા મેમ્‍બર્સ માટે સ્‍નેહસભર સ્‍વાદ અને સંગીતનો અદભૂત વિશિષ્ટ યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. જેણે મેમ્‍બર્સને રીતસર મોજ કરાવી દીધી હતી. કલાકારોએ એવી જમાવટ કરી કે લોકો જુમી ઉઠ્‍યા.

તાલ તરંગ સંસ્‍થાને ૧ વર્ષ પૂર્ણ થયું. આ એક વર્ષમાં અન્‍વેષા, સારિકા સિંઘ, સુદેશ ભોંસલે, દેવયાની બેન્‍દ્રે, ભાવિન શાષાી, મોહમ્‍મદ સલામત, સંજીવની ભેલાંદે જેવા બોલીવુડના ફેમશ ગાયકોને રાજકોટમાં લાઇવ સ્‍ટેજ પર લોકોએ પર્ફોમ કરતા નિહાળવાનો અદભૂત લાભ લીધો. આ તાલ તરંગ ગ્રૂપના જે સભ્‍યો બન્‍યા છે તેના માટે તાલતરંગ સંસ્‍થા દ્વારા તા.૨૧ ને રવિવારની સાંજે શહેરની હોટલ સયાજીમાં ડિનર સાથે ગીત સંગીતનો લાજવાબ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં મુંબઇના ગાયકો ગોવિંદ મીશ્રા (વોઇસ ઓફ મૂકેશ), મનિષા કરંદીકર (સિંગર અને એન્‍કર) તેમજ અમદાવાદના યુવાન સીંગર રવિજીએ જમાવટ કરી દીધી હતી.

શરૂઆતમાં તાલતરંગ પરિવારના સભ્‍યોએ સ્‍વાદિષ્ટ વ્‍યંજનોની મોજ માણ્‍યા બાદ એક એકથી ચઢિયાતા ગીતોને ભરપેટ માણ્‍યા હતા. ગોવિંદ મીશ્રાએ જો તુમ કો હો પસંદ, કહીં દુર જબ દિન ઢલ જાયે, મૈને તેરે લીયે હી સાત રંગ કે.. ગીતોની શરૂઆત કરી સાંજનો સમા બાંધ્‍યો હતો. જયારે મનિષા કરંદિકરે અજીબ દાંસ્‍તા હૈ યે, કૈસી પહેલી ઝીંદગાની જેવા ગીતોને રજુ કર્યા ત્‍યારે તાલતરંગના ઉપસ્‍થિત તમામ સદસ્‍યોએ તાલીથી તાલ આપી રંગ પૂર્યો હતો. એ પછી અમદાવાદના રવિજીએ નીલે નીલે અંબર પર, યે જો મુહોબ્‍બત હૈ ગીતો ગાઇને લોકોમાં જોમ પૂર્યું હતું. ગોવિંદ મીશ્રાએ જયારે કિસી કી મુશ્‍કુરાહટો પે હો નિસાર ગાયું ત્‍યારે સમગ્ર ઓડિયન્‍સે જીના ઇસીકા નામ હૈ..' ગાઇને સૂર પુરાવ્‍યો હતો. ગોવિંદજી - મનિષાજી અને રવીજીએ તો લોકોની વચ્‍ચે જઇ સભ્‍ય ભાઇ-બહેનો પાસે ગીતોમાં તાલ પૂરાવ્‍યો હતો.

તાલ તરંગના જ એક મેમ્‍બરની દિકરી હર્ષી ભટ્ટએ લતાજીનું જુનું ગીત આપકી નઝરોને સમજા પ્‍યાર કે કાબીલ મુજે' અને આવો ના ગલે લગાવો ના' ગીત ગાઇ લોકોની વાહવાહી મેળવી. ભારતીબેન નાયક દ્વારા તાલતરંગ પરિવારના સભ્‍યોને પણ સ્‍ટેજ આપવાની ઉત્તમ ભાવનાને લોકોએ તાળીઓથી બીરદાવી હતી.

મનિષા કરંદીકર અને રવિભાઇએ ડ્‍યુએટ ગીતો, વાદા કરો નહીં છોડોગે તુમ મેરા સાથ, જાને જા ઢુંઢતા ફિર રહા ગાયું ત્‍યારે શ્રોતાઓ રીતસર જુમી ઉઠ્‍યા અને સ્‍ટેજ પાસે બનાવેલ ખાસ ડાન્‍સ માટેની જગ્‍યામાં આવી ડાન્‍સ કર્યો. જયારે ગોવિંદજી અને મનિષાજીના ગીત ક્‍યા ખુબ લગતી હો.. ને વન્‍સમોરથી લોકો એ વધાવી લીધુ. એ પછીતો જીયા જાયે ના..ઓરે પિયા રે, ગુલાબી આંખે જો તેરી દેખી, યે રાતે યે મૌસમ નદી કા કિનારા જેવા સદાબહાર ગીતોની જમાવટ થઇ જેમાં તાલતરંગનું સૂરીલું ઓડિયન્‍સ પણ સાથે ગાઇ ઉઠ્‍યું.

ખરી જમાવટ ત્‍યારે થઇ જયારે કલાકારો મનિષા કરંદિકર, ગોવિદ મીશ્રા અને રવિભાઇ ગોલ્‍ડન ગીતોની મેડલી પ્રસ્‍તુત કરી ત્‍યારે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત ઉપસ્‍થિત મહાનુભાવો અને શ્રોતાઓ એક સાથે જુમી ઉઠ્‍યા. શ્રોતા ભાઇ-બહેનોએ એક બીજાના હાથ પકડી જૂમી ઉઠી તાલતરંગના ઉમંગને વધાવી લીધો. ઉપસ્‍થિત અગ્રણીઓ અને પરિવારના સભ્‍યોએ કપલ ડાન્‍સ પણ કર્યો. યે રાતે યે મૌસમ નદિ કા કિનારા, દિલ કી નઝર સે નઝરો કો દિલ સે, તેરે જૈસા યાર કહાં, યે દોસ્‍તી હમ નહિં તોડેંગે, આજ કલ તેરે મેરે પ્‍યાર કે ચર્ચે હર ઝબાન પર, ઓ હસીના ઝુલ્‍ફો વાલી જાને જહાં, આજા આજા મૈ હું પ્‍યાર તેરા.. જેવા જોરદાર ગીતો પર લોકો મન મૂકીને ઝુમ્‍યા.

કાર્યક્રમના અંતિમ ભાગમાં મનિષા કરંદીકરે રાગ યમનમાં મેડલી રજુ કરી, દમા દમ મસ્‍ત કલંદર અને છાબ તીલક સબ છીની તો સે નૈના મિલાયકે.. ગાઇને તેની ગાયકીનો પરિચય આપ્‍યો. લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા. ગોવિંદ મીશ્રા, રવિભાઇ તેમજ મનિષા કરંદીકરે કાર્યક્રમના અંતમાં જીના યહાં મરના યહાં, જબ કોઇ બાત બીગડ જાયે, પ્‍યાર દિવાના હોતા હૈ, પહેલાં નશા પહેલા ખુમાં, યે શામ મસ્‍તાની, શમા હૈ સુહાના, અલવિદા ના કહેના.. ગાઇને તાલતરંગની આ સ્‍વાદ અને સંગીતભરી સાંજને યાદગાર બનાવી દીધી. દર્શિતભાઇ કાચા અને તેમના ઓરકેસ્‍ટ્રાએ તેમના સંગીતથી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ કાર્યક્રમમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, મૌલેશભાઇ ઉકાણી, પુરૂષોતમભાઇ પીપળીયા, રાજુભાઇ પોબારૂ, બીનાબેન આચાર્ય, સદાનંદભાઇ સોનવાણી, અનિલભાઇ વરમોરા, વિમલભાઇ છાયા, હિમાંશુભાઇ ભાયાણી, મીતેશભાઇ રુપારેલિયા, જયદેવભાઇ રૂપારેલિયા, બકુલભાઇ રૂપાણી દંપતી, જૈન સોશ્‍યલ કમીટીના સભ્‍યો ભીમભાઇ અને કુશલભાઇ, જયેશભાઇ મહેતા, નીલેશભાઇ પાનેલી સહિત અનેક મહાનુભાવો અને તાલતરંગ ગ્રુપના જયદિપભાઇ અને રોશનીબેન ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોનું ભારતીબેન નાયક દ્વારા મોમેન્‍ટો આપી અભિવાદન કરાયું હતું. તાલતરંગ ગ્રૂપનો આ સમગ્ર કાર્યક્રમ પારિવારિક માહોલમાં સંપન્ન થયો હતો અને બધા ના મોઢે એકજ વાત હતી યે દિલ માંગે મોર'.

તમે તાલ તરંગ' માં જોડાયા ? પછી ન કહેતા કે અમે રહી ગયા !

સંગીત તો તમારી અનુભૂતિને વ્‍યક્‍ત કરવાનું એક સાધન છે. પછી તે સંગીત સાંભળીને પણ વ્‍યક્‍ત કરી શકાય છે. ગયા વર્ષે રાજકોટના આંગણે બોલીવુડ ઇવેન્‍ટના નેજા હેઠળ તાલ તરંગ' સંસ્‍થા દ્વારા આવી જ આહલાદક અનુભૂતિ લોકોએ અનુંભવી. બોલીવુડના પ્રખ્‍યાત ગાયકોના મધુર અવાજમાં માણેલા ગીતોથી લોકો રીતસર મંત્રમુગ્‍ધ થયા. હાઉસફુલ શોમાં હકડેઠઠ જનમેદનીએ કાર્યક્રમને દિલથી માણ્‍યો અને વખાણ્‍યો. રાજકોટમાં શરૂ થયેલી અદભૂત સંસ્‍થા તાલ તરંગ' દ્વારા આ વર્ષે પણ રાજકોટની સંગીતપ્રેમી જનતાને આવાજ એક એક થી ચઢિયાતા કાર્યક્રમો આપવાનું અદકેરૂં આયોજન સંસ્‍થાના ભારતીબેન નાયક દ્વારા કરાયું છે. જેઓ બોલીવુડના લગભગ દરેક ગાયકો સાથે ભારતમાં અને વિદેશમાં શો કરી ચૂક્‍યા છે. વેહલા તે પેહલા ના ધોરણે તાલતરંગમાં સભ્‍યપદ મેળવી હવે પછીના અમુલ્‍ય શો માણી શકાય છે. બોલીવુડના સુપર ડૂપર કલાકારોને માણવાનો સુવર્ણ લાભ મેળવવા આજે જ તાલ તરંગ' સંસ્‍થામાં સભ્‍યપદ મેળવો. પછી ન કહેતા કે અમે રહી ગયા..!

તાલ તરંગ' સંસ્‍થામાં સભ્‍ય પદ મેળવનાર કપલ (બે વ્‍યક્‍તિ) અથવા ગ્રૂપને આખા વર્ષના આવા ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે. સભ્‍યપદ મેળવનારને સંગીતના દિગ્‍ગજ કલાકારોને નજર સમક્ષ લાઇવ સાંભળવાની અમૂલ્‍ય તક મળશે. તાલ તરંગ' સંસ્‍થામાં જોડાવા બોલીવુડ ઇવેન્‍ટના ભારતીબેન નાયકનો વહેલા તે પહેલાના ધોરણે ૯૮૯૨૬ ૨૫૭૬૮, ૬૩૫૨૮ ૪૧૪૫૧ અને ૭૪૩૫૦ ૪૪૭૨૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ભારતીબેન નાયકે તાલતરંગ દ્વારા રાજકોટને સંગીતની અનોખી ભેટ આપી છે

તાલતરંગ ગ્રૂપ દ્વારા તેના સભ્‍યો માટે તા.૨૧ ને રવિવારે સાંજે હોટલ સયાજીમાં એક અદભૂત કાર્યક્રમ યોજયો હતો. જેમાં સભ્‍યોએ સ્‍વાદિષ્ટ વાનગીના રસથાળની સાથે સુમધુર ગીતોની મોજ માણી ડાન્‍સ કરી સાંજને યાદગાર બનાવી હતી. આ તમામ કાર્યનો શ્રેય જાય છે ભારતીબેન નાયકને. રાજકોટમાં આ પહેલા પણ ફિલ્‍મી ગીતોના કાર્યક્રમો થતા પણ બોલીવુડના ધુરંધર ગાયકોને રાજકોટમાં લાવવાની હિમ્‍મત બહુ ઓછા લોકો ક્‍યારેક જ કરી શક્‍યા હતા.

જયારે ભારતીબેન નાયકે તાલતરંગ ગ્રૂપ શરૂ કરી બોલીવુડના શ્રેષ્ઠ ગાયક - ગાયિકાઓને રાજકોટ લાવી અહિંના સંગીત રસિયાઓને અનોખી ભેટ આપી છે. છેલ્લા એક વર્ષમાં ભારતીબેન અન્‍વેષા, સુદેશ ભોંસલે, મોહમદ સલામત, સારિકા સિંઘ, દેવયાની બેન્‍દ્રે, ભાવિન શાષાી, સંજીવની ભેલાંદે વગેરે અનેક કલાકારોને લાવ્‍યા છે. તાલતરંગ દ્વારા વર્ષમાં ૬ કાર્યક્રમો અપાયા જેમાં એક બોનસ કાર્યક્રમ સહિત કુલ ૭ કાર્યક્રમો આયોજીત થયા. ભારતીબેન નાયક દ્વારા રાજકોટમાં તાલ તરંગ ક્‍લબ શરૂ થયા પછી અહિંના લોકોને તેમના ટેસ્‍ટનું સંગીત લાઇવ સાંભળવાની તક મળી છે. તેઓ ઓરકેસ્‍ટ્રાના કલાકારો પણ મુંબઇ થી લઇ આવે છે. સાથે કોરસ સીંગરોને પણ ખાસ મુંબઇથી બોલાવે છે. પરિણામે લોકોને ક્‍વોલિટી અને ઓરીજનલ સંગીત લાઇવ સાંભળવા મળે છે.

રાજકોટના આંગણે બોલીવુડ ઇવેન્‍ટસ ના ભારતીબેન નાયકના નેજા હેઠળ તાલ તરંગ' સંસ્‍થા દ્વારા સંગીતની આહલાદક અનુંભૂતિ લોકોએ અનુંભવી. અનેક ગીતોથી લોકો રીતસર મંત્રમુગ્‍ધ થયા. હાઉસફુલ શોમાં હકડેઠઠ જનમેદનીએ કાર્યક્રમને દિલથી માણ્‍યો અને વખાણ્‍યો. આગામી સમયમાં પણ તાલ તરંગ' દ્વારા રાજકોટની સંગીતપ્રેમી જનતાને આવાજ એક એકથી ચઢિયાતા કાર્યક્રમો આપવાનું અદકેરૂં આયોજન સંસ્‍થાના ભારતીબેન નાયક દ્વારા કરાયું છે.

આગામી સમયમાં પણ લોકો જેને લાઇવ સાંભળવાનુ કે જોવાનું સપનેય ન વિચારી શકતા હોય એવા નામી કલાકારોને ભારતીબેન નાયક રાજકોટ લાવી સંગીત પ્રેમીઓના સપનાઓ પૂર્ણ કરશે.

(10:34 am IST)