Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

SBI સિવાય રાજકોટમાં અનેક બેન્‍કો RBI ની ગાઇડલાઇનનું ઉલ્લંધન કરે છે : નોટો બદલતા નથી !!

BSNL ના ભૂતપૂર્વ અધીકારી મેનપરાને ૩ બેન્‍કોમાં કડવો અનુભવ : RBI તાકિદે પગલા ભરે

રાજકોટ, તા. ર૪ : રાજકોટની અનેક બેન્‍કો RBI ની ગાઇડલાઇન નું ઉલંઘન કરી રહ્યાનું BSNL ના સિનિયર મોસ્‍ટ નિવૃત્ત અધીકારી શ્રી મેનપરાએ એક યાદીમાં ઉમેર્યુ છે. તેમણે જણાવેલ કે,  ફક્‍ત SBI ની બ્રાન્‍ચ સિવાઈ અન્‍ય અમુક  બેન્‍ક માં ૨૦૦૦ ની નોટ બદલી આપતા નથી. બધી બેંક તેમના ખાતા માં જમા કરાવવા અને પછી ઉપાડવા એવું કહેવામાં આવે છે

હું ગઈ કાલે રાજબેંક માં ગયો હતો ત્‍યાં તેમને એવું કહેલ કે અમોને હજુ RBI ની ગાઇડલાઇન નો લેટર મળેલ નથી, તમારે ખાતા માં જમા કરી પછી ઉપાડી શકાશે.

ત્‍યાંથી હું BOB માં ગયો હતો ત્‍યાં એક ફોર્મ ભરાવે છે તેમાં બૅન્‍ક એકાઉન્‍ટ નંબર, પાન કાર્ડ નંબર, નામ વગેરે આપી ને સહી કરી ને બદલી આપે છે

ત્‍યાંથી હું IDFC બૅન્‍ક માં ગયો હતો ત્‍યાં પણ ખાતા માં જમા લઈ પછી ઉપાડી શકાઈ.

ફક્‍ત SBI ની બ્રાંચ માં રૂપિયા હતા ત્‍યાં સુધી બદલી આપી હતી.

દરેક બૅન્‍ક આવી ગરમી માં સીનિયર સિટિઝન ને હેરાન કરે છે અને RBI ની ગાઇડ લાઇન નું પાલન ન કરતા રિર્ઝવ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા તાત્‍કાલિક પગલા ભરે તેવી તેમણે માંગણી ઉઠાવી છે.

(4:02 pm IST)