Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મારામારીના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની ‘‘ચાર્જશીટ'' બાદની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ર૪ : મારામારીના ગુન્‍હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા.૭/૪/ર૩ ના રોજ આજીડેમ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ભૂંડ પકડવા બાબતે ઝઘડો કરી મારામારી કરવાના ગુન્‍હામાં પોલીસે આરોપી અજીતસીંગ જોગેન્‍દ્રસીંગ રાઠોડની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી સામે પુરાવો એકઠો કરી ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ બાદ આરોપી અજીતસીંગ રાઠોડએ જામીન ઉપર છુટવા જેલમાંથી જામીન અરજી કરેલ.સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે અગાઉ બે ગુન્‍હા નોંધાયેલ છે. અને આરોપીએ સામાન્‍ય બાબતમાં ફરિયાદી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડેલ છે. આરોપીને જો જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્‍હા કરશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તેને ધ્‍યાને લઇ સેસન્‍સ જજશ્રી જે.ડી.સુથારે આરોપીની જામીન અરજી રદ કરેલ છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:06 pm IST)