Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

કાલે જિલ્લા પંચાયતની સામાન્‍ય સભાઃ પાંચ પ્રશ્નો

રાજકોટ તા. ર૪ :.. જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા કાલે તા. રપ મીએ બપોરે ૧ર વાગ્‍યે પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં મળનાર છે. જેમાં ચૂંટાયેલા ૩૬ પૈકી એક માત્ર કોંગ્રેસના મનસુખ સાકરિયાએ પાંચ પ્રશ્નો પૂછયા છે. લોકોને સ્‍પર્શતા પ્રશ્નો પુછવામાં  ભાજપ-કોંગ્રેસ બન્નેએ નિરસતા બતાવી છે. પ્રમુખ સ્‍થાનેથી કોઇ દરખાસ્‍ત રજૂ ન થાય તો સામાન્‍ય સભા ગણતરીની મીનીટોમાં પૂર્ણ થઇ જશે.

(4:08 pm IST)