Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ઉમિયા જયંતિ નિમિતે નિકળેલ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્‍વાગત : લોકડાયરામાં કલાકારોની જમાવટ

રાજકોટ : કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે મંગળવારે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજીત શોભાયાત્રાનું વહેલી સવારે રાજકોટના પશુપતિનાથના મંદિરથી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, સહીતના આગેવાનોએ પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. ભજન-કિર્તનની રમઝટ સાથે મા ઉમાના જય ધોષના નાદ સાથે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ રૂટ પર સવારથી બપોર સુધીની ૧૮ કી.મી. લાંબી મા ઉમિયાના રથ સાથેની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા નું ઠેર-ઠેર સ્‍વાગત કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભવ્‍ય શોભાયાત્રા બાદ રાત્રે કર્ણાવતી પાર્ટીપ્‍લોટ ખાતે મહાઆરતી, અને હાસ્‍ય કલાકાર હીતેશ અંટાળા સહીતના કલાકારોનો લોક ડાયરાની રંગત જમાવી હતી. જાજરમાન શોભાયાત્રા સવારે શ્રી કોલોની ખાતે આવેલા પશુપતિનાથના મંદિરથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, કાંતીભાઈ માકડીયા નાથાભાઈ કાલરીયા, દિનેશભાઈ અમૃતીયા, અરવિંદભાઈ કોરડીયા, મગનભાઈ કનેરીયા સહીતના શ્રેષ્‍ઠીઓ તથા સંસ્‍થાના અગ્રણીઓ જોડાયા હતા. સાફામાં સજજ યુવાનો બુલેટ, બાઈક અને મહીલાઓ એકટીવા સાથે બહોળી સંખ્‍યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ઉમા જયંતીની શોભાયાત્રા સવારે પશુપતીનાથના મંદિરથી પ્રારંભ થઈ, લક્ષ્મીનગર, આનંદબંગલા ચોક, સ્‍વામી નારાયણ ચોક, ગુરૂપ્રસાદ, ગોકુલધામ, દ્વારકાધીશ, જલજીત, ઉમિયાજી ચોક, મવડી ચોકડી, બાલાજી હોલ,            

 નાનામૌવા સર્કલ, કે.કે.વી. ચોક, ઈન્‍દીરા સર્કલ,  કોહીનુર એપા.,  રવિરત્‍ન પાર્ક, પટેલ કન્‍યા છાત્રાલય, ધોળકીયા સ્‍કુલ, સાધુ વાસાવણી રોડ,  જનકપુરી મંદિર, યોગેશ્‍વર પાર્ક,  આલાપ એવન્‍યુ, ચીત્રકુટ મહાદેવ, રાણી ટાવર, વૃંદાવન સોસાયટી, સયાજી હોટેલ, મોકાજી સર્કલ, આલાપ ટવીન ટાવર,  અલય પાર્ક,  સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ, શ્‍યામલ સ્‍કાય લાઈફ, શ્‍યામેશ્‍વર મહાદેવ મંદિર થઈ કર્ણાવતી પાર્ટીપ્‍લોટ ખાતે આરતી સાથે સમાપન કરાયુ હતુ. આ સમ્રગ શોભાયાત્રા દરમ્‍યાન વિવિધ સ્‍થાનોએ ર૧ જેટલા સ્‍વાગત તેમજ દર્શન પોઈન્‍ટ રાખવામાં આવ્‍યા હતા જયાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લાભ લીધો હતો.  શોભાયાત્રા દરમ્‍યાન ઠેર-ઠેર ચા-પાણી, શરબત, રસ, છાશનું ધોરવું, લસ્‍સી પ્રસાદી રૂપે આપવામાં આવ્‍યુ હતુ. શોભાયાત્રા દરમ્‍યાન ઈન્‍દીરા સર્કલ ખાતે શહેર ભાજપ દ્વારા મા ઉમિયાનું સ્‍વાગત કરાયુ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા,  મેયર પ્રદિપભાઈ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, ધારાસભ્‍ય દર્શીતાબેન શાહ, વિવિધ વોર્ડ ના કોર્પોરેટરો સહીતના રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. સ્‍વામી નારાયણ ચોકમાં વિશાળ જનમદનીએ હર્ષો ઉલ્લાસથી માને વધાવ્‍યા હતા. તેમજ સ્‍થાનીક પાટીદારો દ્વારા શોભાયાત્રાનું સ્‍વાગત કરાયુ હતુ. ગોકુલધામમાં સ્‍થાનીક અગ્રણીઓએ શોભાયાત્રાનું સ્‍વાગત કર્યુ હતુ, ૧પ૦ ફુટ રીંગ રોડ પર અરવિંદભાઈ કોરડીયા, વિવિધ સંસ્‍થાઓ ઉમિયા સંગઠન સમિતિના કાન્‍તીભાઈ ઘેટીયા, ઉમિયા યુવા ચેરી. ટ્રસ્‍ટના અશોકભાઈ દલસાણીયા, મહિલા સંગઠનના જયોતીબેન ટીલવા સહીતના પાટીદાર સંસ્‍થાઓના આગેવાનોએ સ્‍વાગત કર્યુ હતુ. દાઉદી વોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્‍વાગત કરાયુ હતુ તેમજ ઉમિયા પદયાત્રીક પરિવારના પ્રમુખ વિનુભાઈ મણવરનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. મવડી ચોકડી ખાતે મા ઉમિયાના જય જયકાર સાથે પાટીદારોએ શોભાયાત્રાનું હર્ષોલ્લાસથી શાનદાર સ્‍વાગત કર્યુ હતુ. તેમજ માતાજીના દર્શનનો ૯હાવો લીધો હતો. રવિરત્‍ન પાર્કમાં મા ઉમિયાના રથનું ભવ્‍યાતી ભવ્‍ય સ્‍વાગત કરાયુ હતુ. પાટીદાર ભાઈઓ તથા બહેનો દ્વારા ઉમળકાભેર શોભાયાત્રાનું રંગેચંગે સ્‍વાગત કરાયુ હતુ. યોગેશ્‍વર પાર્કમાં નંદ ગુ્રપ દ્વારા ૧પ૧ કિલો પ્રસાદી તથા ૧પ૧ કિલો લસ્‍સી પ્રસાદી રૂપે વિતરણ કરાયુ હતુ. તથા શોભાયાત્રાનું આતશબાજી અને પુષ્‍પવૃષ્‍ટિી દ્રારા સ્‍વાગત માટે નંદગુ્રપના પીયુષ સીતાપરા સહીતના પ૧ યુવાનોની ટીમ તથા પ૧ કળશધારી બાળાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. ચિત્રકુટ મહાદેવ મંદિરે ચિત્રકુટ મિત્ર મંડળના મનીષભાઈ ડેડકીયા, ઉદય પારસીયા, ગીરીશભાઈ બેરા દ્વારા મા નું સ્‍વાગત કરાયુ હતુ. ઉમિયા પદયાત્રીક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત આ શોભાયાત્રામાં વિવિધ ફલોટસ જેમાં શિક્ષણ, સ્‍વાસ્‍થય, યોગ, ભારતીય સંસ્‍કૃતી, પર્યાવરણ, બેટી બચાવો, ધાર્મિક પ્રસંગો જેવા વિષયો આધારીત સામાજીક સંદેશો આપતા સુશોભીત ૧૦ જેટલા ફલોટસ પણ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. રાજકોટના મવડી ચોકડી, સ્‍વામીનારાયણ ચોક, ગોકુલધામ, ઉમિયા ચોક, રવિરત્‍નપાર્ક, અજંતાપાર્ક, યોગેશ્‍વરપાર્ક, ચીત્રકુટધામ સોસાયટી તથા અંબીકા ટાઉનશીપમાં શોભાયાત્રા દરમ્‍યાન હૈયે હૈયુ દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. સમગ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્‍દ્રભાઈ ઉકાણી, સહમંત્રી જેન્‍તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્‍ટી કાન્‍તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયા, સંસ્‍થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્‍વિનભાઈ બરોચિયા, મંત્રી પિનલભાઈ ટીલવા, સહમંત્રી કનકભાઈ મેંદપરા, ખજાનચી નિલેષ હિંશુ, સહ ખજાનચી મોહનભાઈ ફળદુ, દિપક ભુત, મયુર ડેડકીયા, પ્રશાંત ડેડકીયા, અનીલ કનેરીયા, નિરજ મણવર, અશ્‍વિન ભાલોડીયા, ભરતભાઈ દેત્રોજા, કમલેશ ગલાણી, પ્રવિણ કગથરા, અર્જુન બરોચિયા, મીતલ ચનિયરા, ડેનીશ રોકડ, ધનશ્‍યામ મેંદપરા સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસર, ઉમિયા પરિવાર સંગઠન સમીતી-રાજકોટ, ઉમા યુવા શકિત મહીલા મોરચો, ઉમિયા સોશ્‍યલ ગુ્રપ, કલબ યુવી, ઉમા યુવા ફાન્‍ઉન્‍ડેશન તથા સમસ્‍ત કડવા પાટીદાર સંસ્‍થાઓનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. તેમ મીડીયા ઈન્‍ચાર્જ રજનીભાઈ ગોલે જણાવ્‍યુ છે.

(4:12 pm IST)