Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

શ્રી દશનામ ગૌસ્‍વામી સમાજના બહેનો માટે નિઃશુલ્‍ક ‘ધી કેરલા સ્‍ટોરી' ફિલ્‍મ શો

રાજકોટ :.. શ્રી દશનામ ગૌસ્‍વામી જાગૃતિ મંડળ રાજકોટ દ્વારા સમાજના બહેનોમાં જાગૃતિ લાવવાના હેતુથી ગૌસ્‍વામી સમાજના પુખ્‍ત વયના તમામ બહેનો માટે નિઃશુલ્‍ક તેમજ ભાઇઓ માટે રૂા. ૧૦૦ ભરીને તા. ર૭ શનિવારે રાજશ્રી સિનેમા ખાતે બપોરના ૩ થી ૬ દરમ્‍યાન ‘ધી કેરલા સ્‍ટોરી' ફિલ્‍મ શોનું આયોજન કરવામાં આવેલ છે.આ માટે દરેક બહેનોએ પોતાની જરૂરીયાત મુજબની ટીકીટ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાથી ઓમ વિદ્યાલય પ્રાથમિક શાળા આનંદનગર કોલોની, ખાતેથી સવારે ૯ થી ૧ર.૩૦ અને બપોરે ૪ થી ૬ કલાક દરમ્‍યાન મેળવી લેવા સંસ્‍થાના પ્રમુખશ્રી જયોતિષગીરી ગૌસ્‍વામી અને મંત્રીશ્રી વિજયગીરી ગૌસ્‍વામીની યાદી જણાવે છે. આ ફિલ્‍મ શોના આયોજન માટે દશનામ ગૌસ્‍વામી યુવક મંડળના પ્રમુખ ધર્મેન્‍દ્રગીરી અને મંત્રી સુરેશગીરીના માર્ગદર્શન હેઠળ યુવક મંડળની સમગ્ર ટીમ કાર્યરત છે. વિશેષ માહિતી માટે પ્રફુલગીરી ટી. ગૌસ્‍વામી મો. ૯૪ર૬ર ૧૬૩પ૭ નો સંપર્ક કરવો.

(4:10 pm IST)