Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

પેન્‍શન હમારા હકક હૈ, કામદાર એકતા ઝિંદાબાદ

વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંદ્ય દ્વારા એનપીએસના વિરોધમાં અને ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ લાગુ કરવા રેલ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન..

રાજકોટઃ શ્રી હિરેન મહેતા (ડિવિઝનલ સેક્રેટરી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ)ની યાદી મુજબ રાષ્ટ્રીય સ્‍તર પર નેશનલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયન રેલવે મેન્‍સનાં આહવાન પર વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ન્‍યૂ પેન્‍શન યોજનાના વિરૂદ્ધમાં તથા ઓલ્‍ડ પેન્‍શન યોજના લાગુ કરવા ના સમગ્ર રાષ્ટ્ર વ્‍યાપી આંદોલન વિરોધ પ્રદર્શન કરવા માં રાજકોટ ડિવિઝનના રેલવે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.જેમાં પેન્‍શન હમારા હક હૈ, એન પી એસ ધોખા હૈ, હક માગતે હૈં ભીખ નહીં, કામદાર એકતા ઝિંદાબાદ જેવા સૂત્રોચ્‍ચાર કરવામાં  આવી રહ્યું છે. કર્મચારી ૬૦વર્ષની ઉંમર સુધી સેવા આપી ને સ્‍વમાન સાથે વૃધ્‍ધાવસ્‍થાનું જીવન વ્‍યતીત કરે એ માટે ઓલ્‍ડ પેન્‍શન યોજનાને લાગું કરવા માટે કર્મચારીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે NFIR/ WRMS સતત પ્રયત્‍નશીલ રહ્યા છે અને આ લડાઇ ને સફળ બનાવવાનો આ સંયુકત સંઘર્ષ છે. કર્મચારીઓ ના હક મા પરિણામ મેળવી ઓલ્‍ડ પેન્‍શન યોજના લાગુ કરવા માટે કર્મચારીઓ દ્વારા, કર્મચારીઓ સાથે નેશનલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયન રેલવે મેન્‍સ નાં પ્રયાસ માં વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ રાજકોટ ડિવિઝનના કર્મચારીઓ સતત જાગૃત બની જોડાઈ રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:12 pm IST)