Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જેતપુરમાં મયુર રાજપૂત અને જામનગર ડીવાયએસપી તરીકે જયવીરસિંહ ઝાલાની નિમણુક મોડીરાતે કરવામાં આવી

સુરત ગ્રામ્યમાં તાલીમી તરીકે ફરજ બજાવતા આ અધિકારીઓનો પગાર સુરત શહેરમાં પડે છે, ટેકનિકલ ભાષામાં ચાર્જ અને કેમ્પ જેવા શબ્દ પ્રયોગનું આ છે રહસ્ય : ડીવાયએસપી લેવલે એક નહિ બે તબકકે મોટા ઓર્ડર નહિ ફકત જરૂરી બે જ હુકમ રાજકોટ માફક થતાં અન્ય ઓર્ડરમાં હવે વિલંબ થશે તેવું જાણકાર સૂત્રો દ્રઢતાથી માની રહ્યા છે

રાજકોટ, તા.૨૩:  દક્ષિણ ગુજરાતના સુરતના  બે આસી.પોલીસ કમિશનર લેવલના અધિકારીઓને રાજકોટ ગ્રામ્ય હેઠળના જેતપુર અને બીજા આસી.પોલીસ કમિશનરને જામનગર જિલ્લામાં ખાલી પડેલ જગ્યાનો ચાર્જ આપી તેમને વધારાની જગ્યાનો ચાર્જ ત્યાં કેમ્પ કરી સાંભળવાનો રહશે તેવા રાજ્યના મુખ્ય પોલીસ વડાના આદેશ બાદ દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્ર સુધી ચાર્જ લેવાના આ હુકમ અંગે અનેક તર્ક વિતર્કો વચ્ચે આવો ઓર્ડર જે રીતે થયો તે ફકત ટેકનિકલ કારણોસર જ હોવાનું સૂત્રો જણાવે છે.                              

સૂત્રોના જણાવ્યા અનુસાર જેતપુરના વિભાગીય વડા સાગર બારમારની બઢતી આપી સુરત ડીસીપી તરીકે નિમણૂક આપ્યા બાદ મહત્વનું સ્થાન ખાલી પડેલ, આ જગ્યા પર સુરત શહેરના મયુર રાજપૂતને  વધારાના ચાર્જનો પોસ્ટીંગ આપતો હુકમ કરવામાં આવ્યો છે.   

 આજ રીતે જામનગર જિલ્લામાં ખાલી પડેલ ડીવાયએસપીની ખાલી જગ્યા પર સુરત શહેરમાં ફરજ બજાવતા જયવિરસિંહ એન. ઝાલાની બીજો હુકમ થતાં સુધી નિમણુક આપી ત્યાં જ કેમ્પ રાખવા જેતપુર ડીવાયએસપીના ઓર્ડર માફક આ ઓર્ડરમા પણ જણાવવામાં આવ્યું છે. ચાર્જ સંભાળ્યા બાદ મુખ્ય પોલીસ વડાની કચેરી તથા ગૃહ વિભાગને પણ જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

સૂત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉકત બન્ને અધિકારીઓએ સુરત ગ્રામ્યમાં તાલીમી પીરીયડ પૂર્ણ કર્યો છે, પરંતુ પગાર ટેકનિકલ કારણસર સુરત શહેર મહેકમમાં કરવામાં આવતો હતો, બીજા અર્થમાં કહીએ તો તેમનું આ પ્રથમ પોસ્ટીંગ છે, ઓર્ડરની ભાષા ફકત ટેકનિકલ કારણોસર ગ્રહ મંત્રાલયના સૂચન મુજબ રાખવામાં આવી છે, આનો જાણકારો બીજો અર્થ એ કાઢે છે કે ફકત જેતપુર અને જામનગર જિલ્લામાં હુકમ થતાં મહત્વની જગ્યાઓ પ્રવર્તમાન સ્થિતિમાં ખાલી રાખવી તંત્રને વ્યાજબી ન જણાતા આવો નિર્ણય કરવામાં આવ્યો છે, બીજો અર્થ જાણકારો એવો કાઢે છે કે હાલ તુરત ડીવાયએસપી લેવલના અધિકારીઓના ક્રમશ બે તબક્કે ઓર્ડર થવાના હતા તેમાં ઢીલ થશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર ની ખાલી પડેલ જગ્યા ભરવી આવશ્યક હોવાથી અને જનરલ આઇપીએસ ઓર્ડરમા પોસ્ટીંગ માટે હોડ જામી હોવાથી ઓર્ડરમા વિલંબ થાય તેમ હોવાથી પ્રથમથી મુખ્ય મંત્રી કાર્યાલય દ્વારા આઇપીએસ કોર ગ્રુપ દ્વારા સૂચવાયા મુજબ રાજુ ભાર્ગવનો સિંગલ ઓર્ડર થયેલ તે વાતની યાદ આપવામાં આવી રહી છે.

(4:35 pm IST)