Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

શાપરમાં કાર સાથે ટ્રેકટર અથડાયા બાદ પારડીના અશ્વિનને છરી ઝીંકાઇ

રાજકોટ તા. ૨૪: પારડી રહેતો અને કારખાનામાં કામ કરતો અશ્વિનભાઇ પ્રવિણભાઇ મહિડા (ઉ.૨૪) સાંજે પોતાની કાર લઇને શાપર શિતળા માતાજીના મંદિર પાસે વે બ્રીજ નીચેથી પસાર થઇ રહ્યો હતો ત્‍યારે તેની કાર સાથે એક ટ્રેકટર અથડાતાં ટ્રેકટર ચાલકને ધ્‍યાન રાખીને ચલાવવાનું કહેતાં ઢીકાપાટુનો માર મારી ગાળો દઇ છરીથી ઇજા પહોંચાડાતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.

મેટોડામાં રાહુલ પર હુમલો

મેટોડા ગેઇટ-૧ સામે જીજ્ઞેશ પાર્કમાં રહેતાં રાહુલ દેવશીભાઇ બાબરીયા (ઉ.૨૪) પર રાતે સાડા નવેક વાગ્‍યે સંજય, હર્ષદ સહિતે હુમલો કરી ઢીકાપાટુ મારતાં રાજકોટ સિવિલમાં દાખલ થતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી.

(12:05 pm IST)