Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રદ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી

રાજકોટ, લખનૌ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી જે હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, પુનઃસ્થાપિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

પુનઃસ્થાપિત કરાયેલી ટ્રેનોઃ

૦૮.૦૭.૨૦૨૨, ૧૫.૦૭.૨૦૨૨ અને ૨૨.૦૭.૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એકસપ્રેસ.

૦૪.૦૭.૨૦૨૨, ૧૧.૦૭.૨૦૨૨ અને ૧૮.૦૭.૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા એકસપ્રેસ

૦૯.૦૭.૨૦૨૨, ૧૬.૦૭.૨૦૨૨ અને ૨૩.૦૭.૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ - કામાખ્યા એકસપ્રેસ.

૦૬.૦૭.૨૦૨૨, ૧૩.૦૭.૨૦૨૨ અને ૨૦.૦૭.૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૫૬૬૮ કામાખ્યા - ગાંધીધામ એકસપ્રેસ.

ઉપરોકત તમામ ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail. gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.(

(2:59 pm IST)