Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સુરતના જમીન મકાનના ધંધાર્થી સાથે ૧૩ લાખની ઠગાઇ કરનાર ઇમરાન ઉર્ફે દૂડીને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

રાજકોટ કાર ખરીદવા આવેલા હસમુખભાઇ ઠક્કરને વિશ્વાસમાં લઇ ઇમરાને પિત્રાઇ અસ્‍લમ સાથે મળી છેતરપીંડી કરી : માલવીયાનગર પોલીસે પુછપરછ આદરી

રાજકોટ, તા. ર૪ : રાજકોટમાં કાર ખરીદવા આવેલા સુરતના જમીન મકાનના ધંધાર્થી સાથે રૂા. ૧૩ લાખની છેતરપીંડી આચરવાના ગુનામાં ફરાર શખ્‍સને ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ માલવીયાનગર પોલીસને સોંપ્‍યો છે.
મળતી વિગત મુજબ સુરતના નવાગામ કામરેજ ચાર રસ્‍તા પાસે ભવાની કોમ્‍પ્‍લેક્ષમાં રહેતા જમીન મકાનના ધંધાર્થી હસમુખભાઇ ત્રિભોવનદાસ ઠક્કર (ઉ.વ.પ૦) સુરત રેલ્‍વે સ્‍ટેશન પાસે પરીચિત જીજ્ઞેશભાઇ પાસે બેસવા ગયા હતા ત્‍યારે તેની સાથે એક ભાઇ હતો. તેણે પોતાનું નામ ઇમરાન ડેલા કહ્યું હતું અને પોતે રાજકોટમાં જુની કાર લે-વેચનું કામ કરે છે તમારે કાર લેવી હોય તો કહેજો તમને ઓછા ભાવમાં કઢાવી આપીશુ તેવી વાત કરી હતી અને તેણે મોબાઇલ નંબર આપ્‍યા હતા અને રાજકોટ આવી ફોન કરવાનું કહ્યું હતું. બાદ હસમુખભાઇ કારખરીદવા માટે ગત તા. ૧૬-૬ ના રો રાજકોટ આવી આ ઇમરાન ડેલા સાથે ફોન કર્યા બાદ તા. ૧૭ મીએ ગોંડલ રોડ ચોકડી પાસે મળ્‍યા બાદ ઇમરાન ડેલા અને તેની સાથે તેનો મોટા બાપુનો દિકરી અસ્‍લમ સાથે હતો. બાદ અસ્‍લમ પોતાની કારમાં અને ઇમરાનડેલા પોતાનું ન્‍યુમીટર ટુ વ્‍હીલર લઇ આગળ ચાલ્‍યો હતો બાદ ૧પ૦ ફૂટ રોડ પર ઇમ્‍પીરીયલ હાઇટસ પાસે લઇ જઇ વાગે વાતોમૌં હસમુખભાઇને વિશ્વાસમાં લઇ ઇમરાન અને અસ્‍લમે રૂા. ૧૩ લાખ જયુપીટર ટુ વ્‍હીલરની ડેકીમાં મુકી નાશી ગયા હતા. આ બનાવ અંગે હસમુખભાઇએ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ તથા જોઇન્‍ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તથા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી. બસીયાએ નાસતાફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ, વાય.બી. જાડેજા અને જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગ હતા ત્‍યારે માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાયેલ ઠગાઇના ગુનામાં ફરાર શખ્‍સ રાજકોટમાં હોવાની હેડ કોન્‍સ વિજયરાજસિંહ જાડેજા અને કોન્‍સ મુકેશભાઇ ડાંગરને બાતમી મળતા ઇમરાન ઉર્ફે હુડી હનીફભાઇ ડેલા (ઉ.વ.ર૮) (રહે. ખોડીયાર નગર શેરી નં. ૧પ, ગોંડલ રોડ) ને પકડી લીધો હતો. ઇમરાન અગાઉ ગાડીઓ લે-વેચનો ધંધો કરતો હોઇ, જેથી ગ્રાહકોને સસ્‍તામાં ગાડી અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ, ગાડી બતાવી સોદો નકકી કરી ગ્રાહકો પાસેથી ગાડી પેટેના પૈસા લઇ જઇ ગાડી નહી અપાવી અનેક લોકોને છેતર્યા હોવાનું જાણવા મળ્‍યું છે. માલવીયાનગર પોલીસે ઇમરાન ઉર્ફે દુડીનો કબજો લઇ પુછપરછ હાથ ધરી છે. આ કામગીરી  પી.એસ.આઇ. કે.ડી.પટેલ, આર.જે. કામળીયા, હેડ કોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, નિલેશભાઇ ડામોર, વિજયરાજસિંહ જાડેજા, મયુરભાઇ મીયાત્રા, અજયભાઇ ભુંડીયા, તથા મુકેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.    

 

(3:09 pm IST)