Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ઇન્‍દીરા સર્કલ પાસેથી રીક્ષામાં દારૂની ૧૪ બોટલ સાથે રામ તન્‍ના પકડાયો

લક્ષ્મીનગર પાસેથી જય ત્રણ બોટલ સાથે અને આંબેડકરનગરમાંથી દિનેશ ૪ બીયર સાથે પકડાયો

રાજકોટ,તા. ૨૪ : દોઢ સો ફૂટ રીંગ રોડ પર ઇન્‍દીરા સર્કલ નજીક યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ દોઢ સો ફુટ રોડ પર ઇન્‍દીરા સર્કલ પાસેથી દારૂ ભરેલી રીક્ષા પસાર થઇ હોવાની બાતમીના આધારે દરોડો પાડી ઇન્‍દીરા સર્કલ નજીક પસાર થતી જીજે-૩-બીયુ-૨૨૫૮ નંબરની રીક્ષાને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૫૬૦૦ની કિંમતની દારૂની ૧૪ બોટલ મળી આવતા ચાલક રામ ધરમદાસભાઇ તન્‍ના (ઉવ.૩૮) (રહે. પરસાણાનગર મેઇન રોડ જુલેલાલનગર શેરી નં. ૯)ને પકડી લઇ દારૂના જથ્‍થો અને રીક્ષા મળી ૩૫,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્‍સ. યુવરાજસિંહ ઝાલા તથા કોન્‍સ. ગોપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
જ્‍યારે બીજા દરોડામાં લક્ષ્મીનગર મેઇન રોડ પર ત્રિવેણી સંગમ એપાર્ટમેન્‍ટ પાસે ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા તથા શૈલેષભાઇ નેચડા સહિતે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ત્રણ બોટલ સાથે જય ગીરીશભાઇ સુરૈયા (ઉવ.૪૩) (રહે. ત્રિવેણી સંગમ એપાર્ટમેન્‍ટ બી/૪૦૩) ને પકડી લીધો હતો.
બીયરના ચાર ટીન સાથે દિનેશ પકડાયો કાલાવડ રોડ પર આંબેડકરનગર શેરી નં. ૫માં તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી.જાડેજા તથા ધર્મરાજસિંહ રાણા સહિતે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૮૦૦ ની કિંમતના બીયરના ચાર ટીન સાથે દિનેશ લીંબાભાઇ પરમાર (ઉવ.૩૪) (રહે. આંબેડકરનગર શેરી નં.૫) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

 

(3:11 pm IST)