Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જીવરાજપાર્કમાં અજાણ્યા વૃઘ્ધનું બીમારી સબબ મૃત્યુ

બેભાન હાલતમાં મળેલ હોય કોઈએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃઘ્ધનું મૃત્યુ નીપજ્યું હોવાની જણાતા પોલીસને જાણ કરાઈ

રાજકોટ : પુનિત નગર નજીક આવેલ જીવરાજપાર્ક પાસે ધ કોર્ટ યાર્ડ ના બિલ્ડીંગ પાસે આશરે 60 વર્ષના અજાણ્યા વૃદ્ધ બેભાન હાલતમાં મળેલ હોય કોઈએ 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃઘ્ધનું મૃત્યુ નીપજ્યું હોવાની જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતીમ પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન,કે,રાજપુરોહિતે વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી તેના વાલી  વારસની  શોધખોળ હાથ ધરી છે

(10:49 pm IST)