Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રાજકોટમાં ભંગાર પસ્તીની ફેરી કરવા નીકળેલી હંસાએ શ્રેયસ સોસાયટીમાં ઘરમાં ઘુસી ચેઇન મંગળસૂત્રની ચોરી કરી: પ્ર. નગર પોલીસે ગુનો ડીટેકટ કર્યો

ઇન્ચાર્જ પીઆઇ કે.એ. વાળા, પીએસઆઇ કે.ડી. પટેલ અને ટીમની કાર્યવાહી: કોન્સ. અક્ષયભાઈ ડાંગર તથા કોન્સ. મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: રેસકોર્સ રિંગરોડ પર શ્રેયસ સોસાયટીમાં રહેતા લતાબેન ભરતભાઈ ત્રિવેદી નામના વૃદ્ધાના ઘરમાં ઘુસી કોઈ અજાણી વ્યક્તિ સોનાનો પેન્ડન્ટ  સહિતનો ચેઇન આશરે બે તોલાનો રૂ.૩૦૦૦૦ તેમજ એક સોનાનુ ગોળ પેન્ડન્ટ સહિતનું મંગળ સુત્ર આશરે ૨ તોલાનુ કિ રૂ.૩૦૦૦૦ મળી કુલ રૂ. ૬૦૦૦૦ના સોનાના દાગીનાની ચોરી કરી ગયું હતું. આ ગુનાનો ભેદ પ્ર. નગર પોલીસ મથકના કોન્સ. અક્ષયભાઈ ડાંગર તથા કોન્સ મહાવીરસિંહ જાડેજાની સયુકત હકીકતના આધારે ડિટેકટ કરી ) હંસા ચુનીભાઈ મનજીભાઈ સોલંકી (ઉ.વ.-૬૦ રહે મનહરપરા મ પરા માધાપર ચોકડી રાજકોટ)ને પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પ્ર.નગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા સદર ચોકી પોલીસ ચોકી સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી બનાવવાની જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ જોઈ શંકાસ્પદ ફુટેજ મેળવી હ્યુમન સોર્સીસના આધારે નામ-ઠામ મેળવી આરોપીઓની શોધખોળ કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરાયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દિયોરાની સૂચના હેઠળ આ ડિટેક્શન થયું છે.

આરોપી હંસાએ ભંગાર-પસ્તીની રેકડી લઈ પસ્તી ભંગાર ઉઘરાવવાની આડમાં પોશ એરીયામા જઈ રેકી કરી રહેણાંક મકાનમાં ચોરી કરી હતી.

આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ કે.એ. વાળાની રાહબરીમાં  પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ, એસ.આર. જોગરાણા, હેડ.કોન્સ દેવશીભાઈ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, વીમલેશભાઈ રાજપુત, કોન્સ.ફુલદીપસિંહ રાણા, અક્ષયભાઈ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ તથા હીરેનભાઈ ચાવડાએ કરી છે.

(7:30 pm IST)