Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

જામનગર રોડ અમી હાઇટસ પાછળ અરીહંતનગર રત્નમવિલા બંગ્લોઝમાં યુનિવર્સિટી પોલીસનો દરોડો: તીનપતીનો જુગાર રમતા છ પકડાયા: રૂ.૧,૨૫,૫૦૦ની રોકડ કબ્જે

પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઇ એ.બી. જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ યુનિવર્સિટીબપોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. સહદેવસિંહ જાડેજા અને દિપકભાઇ ચૌહાણને મળેલી બાતમી પરથી જામનગર રોડ અમી હાઇટસ પાછળ અરીહંતનગર રત્નમવિલા બંગ્લોઝ બ્લોક નં.એફ ૧૨ ખાતે રહેતા જયદીપસિંહ ઝાલાના ફ્લેટમાં દરોડો પાડી તેના સહિત ૬ શખ્સોને તીનપત્તિનોઓ જુગાર રમતા પકડી લઈ રોકડ રૂ.૧,૨૫,૫૦૦ તથા ગંજીપાના કબ્જે કર્યા છે.

પકડાયેલા આરોપીઓના નામ જયદીપસિંહ રણજીતસિંહ ઝાલા રહે જામનગર રોડ અમી હાઇટસ પાછળ અરીહંતનગર રત્નમવિલા બંગ્લોઝ બ્લોક નં.એફ ૧૨ ગીરીશભાઇ બ્રાહમણના મકાનમાં ભાડેથી, કિશોર ઠાકરશીભાઇ જાદવ રહે, જામનગર રોડ, પુનીતનગર-૨ શેરી નં.૨ ખોડીયાર કૃપા મકાન, રમેશ શામજીભાઇ પરેસા રહે, જામનગર રોડ શેઠનગર પાસે નંદનવન સોસાયટી બ્લોક નં.૧૫૭, શાંતુ રાધુભાઇ તકમરીયા રહે, નાણાવટી ચોક પાસે સતાધાર પાર્ક શેરી નં.૩ જય અંબે મકાન સામે, વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા રહે, જામનગર રોડ બજરંગવાડી-૬ પુનીતનગર મેઇન રોડ જય આશાપુરા મકાન, યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે, માધાપર પોસ્ટ ઓફીસે સામે ગોલ્ડન પોર્ટીકો ફલેટ નં. ઇ ૧૦૦૨ માધાપર છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર  મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા, તથા પો.કોન્સ જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, બ્રિજરાજસિંહ ગોહિલએ કામગીરી કરી હતી.

(9:22 pm IST)