Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી પર પાંચ વિદ્યાર્થીએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુંમાંથી પકડાયેલા ૩ આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રીમાન્‍ડ મંજુર

મારવાડી યુનિવર્સિટીની હોસ્‍ટેલમાં 19 વર્ષના છાત્ર સાથે તે ન્‍હાતો હોય તેવો નગ્ન વીડિયો ઉતારી લઈ બાદમાં 16મી અને 18મીની રાતે તેને આ વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી દઇ પાંચ વિદ્યાર્થીએ તેની સાથે વિકૃત હીચકારી ક્રૂરતા આચરી હતીઃ આરોપી સગીર સહિત બે આરોપી હજુ ફરાર છે

રાજકોટઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી પર પાંચ વિદ્યાર્થીએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આથી ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ત્રણ આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે આ બનાવમાં આરોપી સગીર સહિત બે આરોપી હજુ ફરાર છે. મોરબી રોડ પર આવેલી મારવાડી યુવનિવર્સિટીની હોસ્‍ટેલમાં 19 વર્ષના છાત્ર સાથે તે ન્‍હાતો હોય તેવો નગ્ન વીડિયો ઉતારી લઈ બાદમાં 16મી અને 18મીની રાતે તેને આ વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી દઇ પાંચ વિદ્યાર્થીએ તેની સાથે વિકૃત હીચકારી ક્રૂરતા આચરી હતી.

રેગીંગની આ ઘટનામાં કુવાડવા પોલીસે સૃષ્‍ટિ વિરૂદ્ધના કૃત્‍ય સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણ વિદ્યાર્થી ઉપલેટાના દેવ પરેશભાઈ રાણીગા, વાસુ ભગવાનજી રાણીગા અને પાળીયાદના હરદીપ રણજીતભાઈ ખાચરની ધરપકડ કરી હતી. હોસ્‍ટેલના રૂમમાંથી પુરાવાના ભાગ રૂપે 15થી વધુ ચીજવસ્‍તુઓ કબ્‍જે કરી છે. ભોગ બનનાર છાત્ર સપ્‍ટેમ્‍બર મહિનામાં ન્‍હાતો હતો તેનો નગ્ન વીડિયો બનાવી બાદમાં ગત 16મીએ તેને હોસ્‍ટેલના રૂમમાં કુંચીત સિંધવે બોલાવ્‍યો હતો અને વીડિયો બતાવી જો વાઇરલ ન થવા દેવો હોય તો વિદ્યાર્થીને તેનું ગુપ્‍તાંગ વાઢી નાખવા, બંને કાન કાપી નાખવા અથવા પાંચમા માળેથી કૂદી જવાના ઓપ્‍શન આપી રેગીંગ કર્યું હતું. પણ છાત્ર આ સાંભળી રડવા માંડતા અને પોતે આવુ કઈ કરવા તૈયાર નથી તેમ જણાવતાં તેને નગ્ન કરી તેના ગુદ્દાના ભાગે મધ, સેનેટાઇઝર, બોડી પાવડર ચોપડી બાદમાં પેન્‍સીલ અને ટુથબ્રશ અંદર ખોસાવ્‍યા હતાં. આ રીતે ત્રણેક કલાક સિતમ ગુજારાયો હતો. એ રાતે સગીર સામેલ નહોતો.

ત્‍યારબાદ 18મીએ ફરી વાર વિદ્યાર્થી કુંચીતે ફોન કરીને બોલાવ્‍યો હતો અને ફરીથી 16મીની રાતે જે કર્યુ હતું એ રિપીટ કર્યું હતું. આ વખતે સગીર પણ હતો. આ ઉપરાંત વિદ્યાર્થીના બન્ને હાથ દોરીથી પાછળની સાઇડ બાંધી દીધા બાદ તેના છાતી, સાથળ સહિતના ભાગો પરથી ટ્રીમરથી વાળ ઉતારી વીડિયો ઉતારી પાંચેયએ દેકારો મચાવી વિકૃત આનંદ લૂંટ્યો હતો. અંતે 19મીએ વિદ્યાર્થીએ પોતે હોસ્‍ટેલમાં રહેવા નથી ઇચ્‍છતો એવો મેસેજ પોતાની બહેનને કરતાં બહેન, પિતા સહિતના રાજકોટ પહોંચ્‍યા હતાં અને પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત એક્‍શનમાં આવી હતી અને પાંચ પૈકીના ત્રણને પકડી લીધા હતાં. બે ભાગી ગયા હતાં. આ પાંચેયને કોલેજમાંથી સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે.

(4:37 pm IST)