Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પરિવર્તનમેં લગાવ, ધનસુખ ભંડેરી કી રાજનીતિ મેં બદલાવઃ હેપ્‍પી બર્થ ડે

બંધ મુઠ્ઠીમાં ‘સોપારી'નો કટકો, જો જો રે માસ્‍તરનો લટકો

રાજકોટઃ એક વખત કપ રકાબી વચ્‍ચે વાતચીત ચાલતી હતી. કપે રકાબીને ચીડવતા કહ્યું ‘‘જો તું કેવી નીચી છે, હું ઉચો રૂઆબદાર છું''

રકાબી હસતાં-હસતાં કહેવા લાગી ‘તું બધાને ગરમ રાખે છે, હુ બધાને ઠંડા પાડુ છું. લોકો તને કાન પકડીને ઉચોં કરે છે. મને પાંચેય આંગળીઓથી સાચવીને ઉચકે છે.'

રકાબીના ટોણાનો કપ પાસે પ્રત્‍યુત્તર હતો નહિ, આ વાત કાલ્‍પનિક છે. પણ ધનસુખ ભંડેરીની કાર્યશૈલી જોઇએ ત્‍યારે યાદ આવે છે. તેમણે કપ જેવી નહિ પણ રકાબી જેવી વૃતિ રાખી છે. ચા કરતા ગરમ કીટલા ને જોતા-જોતા આજે પોતાના ચા જેવા તાજગીસભર જીવન ૬૦ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

મૂળ અમરેલી જિલ્લાના વતની ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખ ભંડેરી (જન્‍મ-૧૯૬૩) ભૂતકાળમાં શહેર ભાજપના પ્રમુખ  સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન, રાજકોટના મેયર વગેરે પદ પર રહી ચૂકયા છે. જુદા જુદા જિલ્લાઓમાં પાર્ટીના પ્રભારી તરીકે અને પ્રસંગોપાત નિરીક્ષક તરીકે શ્રેષ્‍ઠ કામગીરી કરી છે. માસ્‍તર સબંધોનો ક્કકો અને સંપર્કોની બારાખડી જાણે છે. એટલે જ નેતાગીરીની ગૂડબૂકના વાકયો બની શકયા છ.ે વારંવાર ‘‘ટીકીટબારી'' સૂધી પહોંચયા પછી ટીકીટ મેળવવાની નિષ્‍ફળતાએ તેમને હવે સમયની માંગ મુજબના આંતરિક પરિવર્તન તરફ દોર્યાછે. કેસરિયા વિચારધારામાં કોઇ ફેર નથી પણ રાજકારણમાં બિસ્‍માર થઇ ગયેલ માર્ર્ગેથી હટીને ડાઇવર્ઝન દ્વારા ‘ટનાટન' રસ્‍તા તરફની દિશા તેમણે પકડી છે. અબ આગે કદમ બઢાના હૈ, નયા સાલમે એક નયા ઇતિહાસ રચાના હૈ.... મો.૯૯૦૯૦ ૩૧૩૧૧ રાજકોટ

(4:37 pm IST)