Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

મેટોડામાં મયુર પરમારે ફિનાઇલ પીધું: બૂટલેગર હેરાન કરતો હોવાનો આક્ષેપ

પોલીસને કોઇએ દારૂ બનાવતા હોય તેવા ફોટા મોકલ્‍યા હોઇ શંકા કરી ટોળુ ઘરે આવતાં પગલુ ભર્યાનું કથન

રાજકોટ તા. ૨૪: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં રહેતાં અને કેરલમાં પીજી હોસ્‍ટેલ ચલાવતાં મયુર કેશુભાઇ પરમાર (ઉ.૩૦)એ રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. મયુરના કહેવા મુજબ પોતે દિવાળીની રજામાં કેરલાથી અહિ આવ્‍યો છે. કોઇએ બૂટલેગર દારૂ બનાવતો હોઇ તેવા ફોટા પોલીસને મોકલ્‍યા હોઇ પોતાની ઘરે આવી પરેશ સહિતના શખ્‍સોએ ખોટો આરોપ મુકી માથાકુટ કરતાં પોતે કંટાળીને ફિનાઇલ પી ગયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)