Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

વાંકાનેરની સિક્‍યુરીટી એજન્‍સીના સંચાલકે ભાગીદારની આડોડાઇને કારણે ઝેર પીધું

૮૦ કર્મચારીઓને ઉપાડ પેટે આપવાની રકમ ભાગીદાર ભગીરથસિંહ લઇને ફરવા નીકળી જતાં ટેન્‍શનમાં પગલું: રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૪: વાંકાનેરના આરોગ્‍ય નગરમાં રહેતાં અને ધનુષ સિક્‍યુરીટી સર્વિસ નામે ભાગીદારીમાં કંપની ચલાવતાં લાલુભા બિપીનસિંહ ઝાલા (ઉ.૩૭)એ સાંજે ઘઉંમાં રાખવાની દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. લાલુભાએ હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યુ઼ હતું કે હું ભાગીદારીમાં સિક્‍યુરીટી એજન્‍સી ચલાવુ છું. મારે ૮૦ કર્મચારીઓને ઉપાડ પેટે બબ્‍બે હજાર દિવાળી તહેવાર નિમીતે આપવાના હતાં. પરંતુ ભાગીદાર જામનગરના ભગીરથસિંહ ૭૩ હજારની રકમ લઇ પોતે કર્મચારીઓને આપવાને બદલે ફરવા નીકળી જતાં ટેન્‍શનને કારણે પોતે ઝેરી દવા પી ગયા હતાં. વાંકાનેર પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

(4:37 pm IST)