Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ખડવાવડી ગામે જૂગારના હાટડા ઉપર ભાડલા પોલીસનો દરોડોઃ ૭ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. ર૪ :.. ખડવાવડી ગામે વાડીમાં ચાલતા જૂગારના હાટડા ઉપર ભાડલા પોલીસે દરોડો પાડી  જૂગાર રમતા ૭ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ગોંડલ ડીવી. ના માર્ગદર્શન હેઠળ જૂગાર ધારાના કેસો શોધી કાઢી સુચના મળેલ હોય જે આધારે ભાડલા પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. આર. એસ. સાંકળીયા તથા સ્‍ટાફે ખડવાવડી ગામની સીમમાં મનસુખ તળશીભાઇ રોજાસરાની કબ્‍જા ભોગવટાની વાડીએ રહેણાંક મકાને જૂગારનો અખાડો ચલાવતા હોય જે હકિકત આધારે રેઇડ કરી જૂગાર રમતા વાડી માલીક  (૧) મનસુખ તળશીભાઇ રોજાસરા રહે. ખડવાવડી, (ર) દેવા મેરામભાઇ મેર રહે. ગઢડીયા તા. જસદણ (૩) હરી રામાભાઇ જાંબુકીયા રહે. ગઢડીયા ગામ તા. જસદણ (૪) કાળુ વાલજીભાઇ ઝાપડીયા રહે. રાજાવડલા (જામ) તા. જસદણ, (પ) કાના અરજણભાઇ સોલંકી રહે. ભાડલા તા. જસદણ, (૬) લાલજી ભુપતભાઇ સોમાણી રહે. રાણીંગપર તા. જસદણ તથા (૭) હરેશ ભીખાભાઇ પરમાર રહે. રાજકોટ, માંડાડુંગરને રોકડ રકમ ૪૮,૪૦૦ ગંજીપતાના પાના નંગ પર તથા મો. નંગ ૭ કિંમત રૂા. ૩૧,પ૦૦ મળી કુલ ૭૯,૯૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં ભાડલા પોલીસના પો. હેડ કોન્‍સ. બળદેવભાઇ સોલંકી, પો. કોન્‍સ. લાલજીભાઇ તલસાણીયા, અરવિંદભાઇ ઝાપડીયા, વિજયભાઇ રોજાસરા, મહાવીરભાઇ બોરીચા, તથા વિજયભાઇ સરવૈયા, સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(12:05 pm IST)