Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ઇનવીંગ પોસ્ટમાં ગીત ગાતાં ગાતાં નિવૃત પ્રોફેસરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને જિંદગીની સફર ખતમ

સુભાન અલ્લાહ હાય, હસીન ચહેરા હાય....ખુદા મહેફુઝ રખે હર બલા સે હર બલા સે... : ઉદ્યોગનગરમાં રહેતાં કિરણકુમાર કમોઠીને હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારજનો, મિત્રવર્તુળમાં શોક

રાજકોટ તા. ૨૪: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં તથા ગમે તે રીતે આવી જતો હોય છે. કંઇક આવુ જ ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં રહેતાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત કર્મચારી કિરણકુમાર હરિલાલ કમોઠી (ઉ.વ.૬૮) સાથે બન્યું હતું. ચોૈધરી હાઇસ્કૂલ નજીક ડિસ્ટ્રીકટ બેંક પાસે આવેલા ઇવનિંગ પોસ્ટ ગાર્ડન ખાતે સાંજે ગીત ગાઇ રહ્યા હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં ગીત ગાવાનું પડતું મુકી ખુરશીમાં બેસી ગયા હતાં. એ પછી તેમને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને તેમના સગાને જાણ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન કિરણકુમાર કમોઠીએ દમ તોડી દેતાં પરિવારજનો, ઇવનિંગ પોસ્ટ કલબના મિત્રવર્તુળમાં શોક છવાઇ ગયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જાણ કરતાં એ-ડિવીઝનના ભાવેશભાઇ વસવેલીયાએ હોસ્પિટલે પહોંચી જરૃરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કિરણકુમાર સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત કર્મચારી હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું તેમને હોસ્પિટલે લાવનારા લોકોએ જણાવ્યુ઼ હતું. કિરણકુમાર નિવૃતીકાળમાં  નિયમીત ઇવનીંગ પોસ્ટ ખાતે આવતાં જતાં હતાં અને સભ્યો સાથે ગીતો ગાઇ સોેને આનંદ કરાવતાં હતાં. સુભાન અલ્લાહ હાય, હસીન ચહેરા હાય, સુભાન અલ્લાહ હસીન ચહેરા યે મસ્તાના અદાએ, ખુદા મહેફુઝ રખે હર બલા સે હર બલા સે...ગીત તેઓ ગાઇ રહ્યા હતાં ત્યારે જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને ગીત ગાવાનું બંધ કરી ખુરશી પર બેસી ગયા હતાં. એ પછી તેમને હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ તેમની જિંદગીની સફરનો અંત આવી ગયો હતો. તહેવારના દિવસોમાં આ બનાવથી સ્વજનો, મિત્રોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનાર કિરણકુમાર કમોઠી દિલીપભાઇ સોનીના દિલસુંદર ગ્રુપના સભ્ય હતાં. મિત્રો તેમને કિશોરભાઇ દરજીના નામે ઓળખતાં હતાં. તેમના દિકરા મોહિતભાઇ દિલ્હી રહી નોકરી કરે છે. તેઓ પણ બનાવની જાણ થતાં રાજકોટ પહોંચી ગયા હતાં.

(12:13 pm IST)