Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

માધવ પાર્કના કારખાનેદાર વિશાલ ફાચરાનું અપહરણ કરી કાંગસીયાળીની સીમમાં લઇ જઇ બેફામ ધોલધપાટ

મિત્ર ધાર્મિક પટેલની માથાકુટના સમાધાન મામલે દોઢ વર્ષ પહેલાનો ડખ્‍ખો ચાલતો હતો : અંકુર રૂપાપરા, દિપક ખુંટ, આનંદ રૂપાપરા સહિતના ખોડલ હોટેલ પાસેથી કારમાં નાખી સીમમાં લઇ ગયા બાદ ધોકા-પાઇપ-ઢીકાપાટા મારતાં રાજકોટ સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૪: મવડી ૧૫૦ રીંગ રોડ પર માધવ પાર્કમાં રહેતાં અને રાવકી ગામે હાર્ડવેરનું કારખાનુ ધરાવતાં વિશાલ હિતેષભાઇ ફાચરા (પટેલ) (ઉ.વ.૨૮) નામના યુવાનનું રાત્રે સાડા અગિયારેક વાગ્‍યે કાંગસીયાળીની હોટેલ પાસેથી કારમાં અપહરણ કરી ગામની સીમમાં લઇ જઇ ધોકા-પાઇપ-ઢીકાપાટુનો બેફામ માર મારવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

વિશાલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી. વિશાલે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે મારે રાવકીમાં કારખાનુ છે. દોઢેક વર્ષ પહેલા મારા મિત્ર ધાર્મિક પટેલ સાથે અંકુર રૂપાપરાને માથાકુટ થઇ હતી. જે તે વખતે સમાધાનની વાતચીતમાં હું ધાર્મિકને સાથે ગયો હતો. પરંતુ ત્‍યારે સમાધાન થયું ન હોઇ મનદુઃખ ચાલતું હતું. કાળી ચોૈદસની રાતે હું કાંગસીયાળીમાં ૧૫૦ રીંગ રોડ ખોડલ હોટેલ પાસે હતો ત્‍યારે અંકુર રૂપાપરા, દિપક ખુંટ અને આનંદ રૂપાપરા ઓચીંતા આવી ગયા હતાં અને મને જોઇ જતાં જુના મનદુઃખનો ખાર રાખી ગાળાગાળી કરી હતી અને બાદમાં મને કારમાં નાંખી ગામની સીમમાં લઇ ગયા હતાં.

જ્‍યાં મને ત્રણેય શખ્‍સોએ ધોકા, પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન બનાવની જાણ હોટેલ પાસે હાજર લોકો દ્વારા મારા મિત્રોને થઇ જતાં બધા આવી ગયા હતાં. ત્‍યારે મારકુટ કરનારા ભાગી ગયા હતાં અને મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો. શાપર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. સવારે સારવાર બાદ વિશાલે હોસ્‍પિટલમાંથી રજા લીધી હતી.

(12:33 pm IST)