Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

શાપર-વેરાવળમાં પ્‍લાસ્‍ટીકના કારખાના અને પૂઠાના ગોડાઉનમાં આગથી લાખોનું નુકશાન

ગોંડલ : શાપર વેરાવળ નાં શાંતિનગર માં આવેલા પારસ ટ્રેડર્સ નામના પ્‍લાસ્‍ટિક ના કારખાના માં સવારે અગીયાર વાગ્‍યે આગ ભભુકી ઉઠી હતી.થોડી જ વાર મા આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યુ હોય તેમ બાજુ માં આવેલા ગંગા એન્‍ટરપ્રાઇજ  નામના પુઠા નાં ગોડાઉન ને પણ લપેટ માં લીધુ હતુ.બનાવ ના પગલે તુરંત ગોંડલ ફાયરબ્રિગેડ ને જાણ કરાતા ફાયર ઓફિસર વાછાણી બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્‍થળે દોડી ગયા હતા.રાજકોટ પણ જાણ કરાઇ હોય એક ફાઇટર શાપર પહોચ્‍યું હતુ. અને સતત ચાર કલાક પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્‍યો હતો.પારસ ટ્રેડર્સ ના માલીક રાજકોટ રણછોડ નગર મા રહેતા ભાવિકભાઈ ખત્રી નાં અનુસાર આગમા પ્‍લાસ્‍ટિક ના દાણા તથા મટીરીયલ સળગી ને ખાખ થઈ જતા અંદાજે દશલાખ નુ નુકસાન થયુ છે.જ્‍યારે અડી ને આવેલા ગંગા એન્‍ટરપ્રાઇજ પુઠા ના ગોડાઉન મા પણ મોટો જથ્‍થો બળી ને ખાખ થયો છે. આગ ને કારણે દિવાલો અને પતરા પણ સળગી ઉઠ્‍યા હતા. ફટાકડા ના કારણે આગ લાગ્‍યા નુ અનુમાન થઈ રહ્યુ છે.(તસ્‍વીર-ભાવેશ ભોજાણી, અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય, ગોંડલ)

(1:54 pm IST)