Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

રાજકોટની બાબુ લાઈમ પ્રા.લી.ને 'ધ બ્રાન્ડ મેકર' એવોર્ડ એનાયત

રાજકોટઃ ૧૭ ઓકટોબર ૨૦૨૨નાં રોજ એટ ધીસ ટાઈમ ન્યુઝ રાજકોટ દ્વારા તન્વીબેન પાટડીયા લિખીત ધ બ્રાન્ડ મેકર બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બુક ગુજરાતની ૧૦૦ રાઈઝીંગ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે લખવામાં આવી છે સાથે આ તકે સૌરાષ્ટ્ર પાર્ટની ટોપ ૨૫ બ્રાન્ડને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ સ્થિત કંપની બાબુ લાઈમ પ્રા.લી.નો સમાવેશ થયેલ છે. આ બુક વિતરણ સમારોહનું આયોજન રાજકોટનાં લગૂન રિજન્સી રિસોર્ટ પર કરવામાં આવેલ હતું. જેમાં બાબુ લાઈમ પ્રાઈવેટ લીમીટેડ તરફથી ગોરધનભાઈ, નારણભાઈ, પરસોતમભાઈ અને બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા બાબુભાઈ લુણાગરીયા દ્વારા કંપની તરફથી એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.(

(3:54 pm IST)