Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દ્વારકાધીશ પાર્કમાં મકાનમાં જુગારધામ પર દરોડો : પત્તા ટીંચતા છ શખ્‍સો પકડાયા

આજી ડેમ પોલીસે અજય, અશોક, ઘુઘો, પ્રભાત, વસીમ અને જાદવને દબોચ્‍યા

રાજકોટ તા. ૨૪ : શહેરના કોઠારિયા સોલવન્‍ટ પાસે દ્વારકાધીશ પાર્કની સામે મચ્‍છોનગરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા આજી ડેમ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્‍ટ પાસે મચ્‍છનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.કે.ગઢવી તથા કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ સહિતે દરોડો પાડી મચ્‍છોનગરમાં મકાનમાં દરોડો પાડી મકાનમાં ભાડે રહેતા અજય વનરાજભાઇ સરવૈયા, મચ્‍છોનગર ખાડામાં રહેતા અશોક કાળુભાઇ રાઠોડ, ઘુઘા ભુરાભાઇ રાતડીયા, હરીધવા મેઇન રોડ પર સુખરામનગર શેરી નં. ૫ના પ્રભાત રાયધનભાઇ વીરડા, કોઠારિયા સોલવન્‍ટ નુરાનીપરા વસીલા ચોક પાસે રહેતા વસીમ અબ્‍દુલભાઇ હોથી અને મચ્‍છોનગરના જાદવ પાચાભાઇ કરીર (ચૌહાણ)ને તીનપત્તીનો જુગાર રમતા પકડી લઇ રૂા. ૧૫૬૫૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(4:37 pm IST)