Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પેડક રોડ આર.એમ.સી. કવાર્ટરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : મહિલાઓ સહિત ૮ ઝડપાયા

બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ. મોહસીનખાન મલેક અને હિતેષભાઇ જોગડાની બાતમી

રાજકોટ તા. ૨૪ : પેડક રોડ પર આવેલા આર.એમ.સી.ના કવાર્ટરમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી મહિલાઓ સહિત આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પેડક રોડ પર આર.એમ.સી. કવાર્ટરમાં એક મહિલા પોતાના કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. મોહસીનખાન મલેક તથા હિતેષભાઇ જોગડાને બાતમી મળતા આર.એમ.સી. કવાર્ટર નં. એલ/૦૮માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કવાર્ટર માલીક વકુબેન ઉર્ફે કાળીબેન ડાયાભાઇ ગળીયેલ, કવાર્ટર નં. આઇ/૧૧ના કનુ ડાયાભાઇ ગળીયેલ, કવાર્ટર નં. એલ/૯ના દિનેશ ડાયાભાઇ વાઘેલા, કવાર્ટર નં. એફ/૦૧ના પિન્ટુ શંકરભાઇ ગોરી, કવાર્ટર નં. ઓ/૦૬ના દિનાબેન સંજયભાઇ વાઘેલા, કવાર્ટર નં. એલ/૬ના ભારતીબેન પિન્ટુભાઇ પરમાર, ભગવતીપરા સુખસાગર સોસાયટી શેરી નં. ૪ના કાંતાબેન રામજીભાઇ ઝાલા અને કવાર્ટર નં. ઇ/૦૯ના દુર્ગાબેન વસંતભાઇ વાઘેલાને પકડી લઇ રૂા. ૧૬,૬૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, એ.એસ.આઇ. એસ.એમ.માડમ, કે.કે.નિકોલા, નિલેશભાઇ વાવેચા, વિશ્વજીતસિંહ ઝાલા, કિશનભાઇ સભાડ, મહેશભાઇ ખાંભલીયા અને હાર્દિકભાઇ છૈયા દ્વારા કરવામાં આવી હતી.(

(4:09 pm IST)