Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છુટકારો

રાજકોટ, તા. ર૪ : રાજકોટ શહેરની ડી.સી.બી. પોલીસ ગોંડલ બાયપાસ પાસેસ આવેલ સહજાનંદ ઇન્ડટ્રીયલ એરીયામાં આવેલ ગોડાઉનમાં પડેલ દારૂનો સૌથી મોટો જથ્થો ૬૧૭ નંગ પેટીનો જથ્થો કબજો કરેલ અને પ્રોહી. એકટ કલમ-૬૬ (૧) બી, ૬પ (એ) (ઇ), ૧૧૬ બી, ૮૧ મુજબની ગુન્હો નોંધેલ અને જેમાં આરોપી (૧) દિપક વલ્લભભાઇ મકવાણા (ર) હાલુભા બનેસિંહે ઝાલા તથા (૩) અબ્દુલ કાસમ ચલાંગાનીધરપકડ કરેલ. જે કેસ આરોપીઓ સામે ચાલી જતા રાજકોટ અદાલતે તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ ફરમવોલ છે.

સદરહુ કેસ રાજકોટ અદાલતમાં આરોપીઓ સામે ચાલી જતા આરોપીઓ તરફે તેમના વકીલશ્રીએ તમામ સાહેદોની જીણવટ ભરી ઉલટ તપાસ કરેલ અને નામદાર કોર્ટમાં દલીલો કરેલ કે રેઇડ વાળી જગ્યાએ કોઇ આરોપી મળી આવેલ નથી તમામ સાહેદો પોલીસ અમલદાર છે. સ્વતંત્ર સાહેદોને ફરી ગયેલા જાહેર કરેલ છે આરોપીઓને ગુના સાથે સાંકળતો કોઇ પુરાવો નથી બિનવારસી દારૂનો મોટો જથ્થો મળી આવેલ માત્ર સારી કામગીરી દેખાડવા હાલની ખોટી રેઇડ ઉભી કરવામાં આવેલ છે રાજકોટ અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપીઓ તરફે કરવામાં આવેલ દલીલો ગ્રાહક રાખી આરોપી દિપક વલ્લભ મકવાણા, હાલુભા બનેસિંહ ઝાલા તથા અબ્દુલ કાસમ ચલાંગાને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ગીરીરાજસિંહ સી. જાડેજા, મહિરાજસિંહ સી. જાડેજા, નરેન્દ્રસિંહ એમ. જાડેજા રોકાયેલા હતા. અજયભાઇ એન. ચાંપાનેરી, પરેશ એન. કુકાવા રોકાયેલા હતા.

(4:11 pm IST)