Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ઇસ્‍કોન મંદિરે બેસતા વર્ષના દિવસે પાંચ હજાર દિવડાઓનો શણગારઃ ગોવર્ધન પૂજા-અન્નકુટ દર્શન

નિજદર્શન કૃષ્‍ણ મહામંત્ર કીર્તન ચાલુ દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્‍યવસ્‍થા

રાજકોટઃ ઇસ્‍કોન મંદિર રાજકોટ પ્રમુખ વૈષ્‍ણવસેવા પ્રભુજી યાદીમાં જણાવે છે કે દિવાળીની તૈયારીના ભાગરૂપે પુરા મંદિરને રંગબેરંગી લાઇટોથી રોશની શણગાર કરવામાં આવેલ છે. બેસતા વર્ષની સાંજે મંદિરમાં પાંચ હજાર દીવાઓ દ્વારા શણગાર કરાશે. તા.૨૬ના બુધવારે બેસતા વર્ષ દિવસે સવારે સાડા ચાર વાગે મંગળા આરતી, આઠ વાગે ભગવાનના વિશેષ શ્રુંગાર દર્શન, સવારે ૮થી ૧૨ દરમિયાન લોકો પુજા પણ મંદિર દ્વારા સંચાલિત ગોપાલ ગૌશાળામાં ચાલુ રહેશે. ગોવર્ધન પૂજા ઉપર પ્રવચન આપશે. સાંજે ૪.૩૦ વાગે મંદિરમાં ભગવાનના અન્નકુટના વિશેષ દર્શન થશે. ગોવર્ધન પુજા ઉપર પ્રવચન આપશે. સાંજે ૪.૩૦ વાગે મંદિરમાં ભગવાનના અન્‍નકુટના વિશેષ દર્શન થશે. દિવસ દરમિયાન મંદિરમાં ભગવાનનું હરેકૃષ્‍ણ મહામંત્ર પર મધુર કીર્તન ચાલુ રહેશે. સાંજે ૬ વાગ્‍યે મંદિરના પ્રમુખ વૈષ્‍ણવસેવાપ્રભુજી ગોવર્ધન પૂજા ઉપર કથા કહેશે. સાંજે સાત વાગે મંદિરનાં બધા દર્શનાર્થીઓને દીપદાન કરાવવામાં આવશે. બેસતા વર્ષના દિવસે દર્શન કરવા આવતા દરેક દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ પણ ચાલુ રહેશે.

ધર્મપ્રેમી અને ઉત્‍સવ પ્રેમી જનતાને આ દીપોત્‍સવનો લાભ લેવા માટે, દીપદાન કરી ગોવર્ધન પુજા, અન્નકુટના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો  છે.

(4:37 pm IST)