Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

બનેવીને આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલ સાળાના જામીન મંજુર

રાજકોટ, તા. ર૪ :  બનેવીને આપઘાત કરવાની ફરજ પાડવાના ગુન્હામાં પકડાયેલ સાળાનો જામીન પર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ ગુન્હાની વિગત એવી છે કે, મરણ  જનાર કિશન દિલીપભાઇ સોલંકી વાળાને તેની પત્નિ દિવ્યાબેન તથા સસરા કનુભાઇ પરમાર, સાસુ રામુબેન પરમાર તથા સાળા વિક્રમભાઇ કનુભાઇ પરમાર તથા કિશન કનુભાઇ પરમાર, સાગર કનુભાઇ પરમાર તથા કીટી કનુભાઇ પરમાર મરણજનારને અવારનવાર ત્રાસ આપતા હોય અને અગાઉ મરણ જનારને તેના સાાળઓએ માર પણ મારેલ હોય અને ઉપરોકત તમામ આરોપીઓ મરણ જનાર પાસે છુટાછેડા કરવાના રૂપિયા ૩ લાખની માંગણી કરતા હોય આમ ઉપરોકત મુજબના દુઃખ અને ત્રાસના કારણે મરણ જનાર જીંદગીથી કંટાળી જઇ ઉપરોકત આરોપીઓને સુસાઇડ કરતા પહેલા બે ઓડીયો તથા બે વોટસએપ ટેકસ મેસેજ લખી અને પોતાની જાતે ગળાફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હોય જે આત્માહત્યા આ કામના આરોપીઓના દુષ્પ્રેરણ ના કારણે કરી લેતા આરોપીઓને એક બીજાની મદદગારી કરી ગુન્હો આચર્યા બાબતની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનુંમાં ઇ.પી.કો. કલમ ૩૦૬, ૧૧૪ મુજબની નોંધાયેલ હતી.

આ કામે આરોપી સાળા વિક્રમભાઇ કનુભાઇ પરમાર તથા કિશન કનુભાઇ પરમારનાઓની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હોય જેથી અને તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન પર મુકત થવા માટે પોતાના એડવોકેટ મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી. જેને સેસન્સ કોર્ટ માન્ય રાખીને આરોપી સાળાના જામીન પર મુકત કરેલ હતા.

આ કામે આરોપી સાળા વિક્રમભાઇ કનુભાઇ પરમાર તથા કિશન કનુભાઇ પરમાર વતી યુવા એડવોકેટ વિજય ડી. બાવળીયા, રમઝાન આઇ. આગરીયા રોકાયેલ હતા.

(4:14 pm IST)