Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

કોરોના-ઓમિક્રોન ફેલાતો અટકે એ માટે લોકોને નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

અનિવાર્ય કારણો સિવાય પોલીસ સ્ટેશને આવવાનું પણ ટાળવું: ફરિયાદ માટે ઇ-મેઇલ એડ્રેસ, મોબાઇલ નંબર જાહેર કરાયા : પોલીસ સ્ટેશનોના ઇ-મેઇલ એડ્રેસ અને પોલીસ ઇન્સ્પેકટરના મોબાઇલ નંબરો

રાજકોટ તા. ૨૩: હાલમા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો નવા વેરીઅંટ ઓમીક્રોનની મહામારી વધુ ફેલાતી અટકે અને લોકો સલામત રહે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. ગુજરાત સરકાર  ઓમીક્રોનની મહામારી ફેલાતી અટકે તે માટે તમામ પગલા લઇ રહી છે. સરકારે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે. તેનું પાલન કરવા અને કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે. તેમજ બને ત્યાં સુધી ફરિયાદીઓ, અરજદારોએ ખુબ અનિવાર્ય હોય તો જ પોલીસ સ્ટેશને આવવું. આ સિવાય રૂબરૂ ન આવી ઇ-મેઇલ એડ્રેસ કે ફોનથી ફરિયાદ નોંધાવી દેવા પણ જણાવાયું છે.

શહેર પોલીસ જે પ્રજાના કામો માટે સતત તત્પર રહે છે અને કોરોના વોરીયર વખતે સતત આ મહામારી અટકાવવા પોલીસે પગલા લીધા છે. જેમાં શહેરીજનોએ પણ સહકાર આપ્યો છે. પોલીસ દ્વારા કન્ટેઇમેન્ટ ઝોન, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સતત વિઝીટ કરવામાં આવે છે. કોરોના ઓમિક્રોન અટકાવવા પોલીસ રૂટીન કામગીરી કરવા ઉપરાંત કર્ફયુ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલીંગ સતત કરે છે. લોકોને પોલીસ સ્ટેશને બને ત્યાં સુધી ધક્કો ન ખાવા અને ફરિયાદ અરજી ઇ-મેઇલ આઇડી પર મોકલી દેવા અથવા પોલીસના ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને સિટીઝન પોર્ટલ પર મોકલી આપવા જણાવાયું છે. મોબાઇલ વિડીયો કોલીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૧૦૦ નંબર પર ફોન કરવાથી પણ તુરત મદદ મળી જશે. ખુબ જરૂર હોય તો ટોળાને બદલે એક કે બે વ્યકિતએ આવવા પણ અનુરોધ કરાયો છે.  ટ્રાફિકના દંડ ભરવાની લાઇનમાં પણ એક બીજાથી દૂર રહેવા અથવા ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરવા જણાવાયું છે.

(2:36 pm IST)