Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

બાળ ઈસુનું આગમન એટલે ''નાતાલ''

આનંદ અને પ્રેમનો પવિત્ર પર્વ એટલે ''નાતાલ'' હવે પ્રશ્નએ ઊભો થાય કે નાતાલ શું છે અને તેને કેમ ઉજવવામાં આવે છે? ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં પ્રત્યેક વર્ષે આ તહેવાર ખુશી અને આનંદ- હર્ષની સાથે આવે છે. એક સાધારણ વાત છે કે આપણા સૌના ઘરમાં જેમ કે કોઈનો જન્મદિવસ હોય છે. તો તેના માટે આપણે પહેલાથી જ તૈયારીઓ કરીએ છીએ કે પાર્ટી ઘરમાં કરશું કે બહાર ? નવા કપડા, નવા પગરખાં વગેરે અવનવી વસ્તુઓ અગાઉથી ખરીદી કરી લઈએ છીએ. કેક બનાવીએ છીએ. ખાદ્ય વસ્તુઓનો પ્રબંધ કરીએ છીએ અને આપણાં સગાં- સંબંધી, મિત્રવર્તુળ સર્વને આમંત્રિત કરી આપણી ખુશીમાં સહભાગી બનાવીએ છીએ. જે કોઈ તેમાં આવે તે મોટે ભાગે ખાલી હાથે નહિ પરંતુ ભેટ- સોગાદ લઈને આવે છે અને એમ જોવા મળ્યું છે કે ઘણાં ઘરમાં Return Gift (બદલામાં ભેટ) આપવાનો રિવાજ હોય છે. આ તો થયું જન્મદિવસનું આયોજન.

આ જ પ્રમાણે અમારા એક મુકિતદાતા ઈસુ ડિસેમ્બર માસની તારીખ ૨૪ની મધ્યરાત્રિએ નિર્મળ રાત્રિએ દાઉનગરમાં બેથલેહેમ ગામમાં એક સાધારણ ગભાણમાં એક સાધારણ મનુષ્યરૂપમાં જન્મ થયો કેમ કે બાઈબલમાં લખેલુ હતું કે જયારે પ્રભુ ઈસુનો જન્મ થશે તો તેને કયાંય પણ જગ્યા નહિ મળે. પરંતુ આશું? આપણો શાંતિનો સરદાર, મુકિતદાતા, સર્વસંમર્થ પ્રભુ આવી કડકડાતી ઠંડીમાં અમારી મધ્યે માનવરૂપમાં આવ્યા. કેમ કે એ વચન પુરૃં થયું કે ઈસુ ખ્રિસ્તે પોતાના એકના એક પુત્રને માનવજાત માટે ભેટ કરી દીધો કેમ કે તેમણે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકના એક પુત્ર માનવજાત માટે અર્પી દીધો કે આપણને અનંતજીવન મળે અને આપણો નાશ ન થાય. જે પવિત્ર આત્મા દ્વારા માતા મરિયમના ગર્ભથી જન્મ્યા. આને આપણે નાતાલ કહીએ છીએ. જેને પવિત્ર પર્વ કહેવાય છે.

નાતાલ એક આનંદ- ઉમંગ ભર્યો તહેવાર છે. જે આપણા જીવનમાં નવા તરંગો લાવે છે. તો ચલો આપણે સૌ ઈસુ પ્રભુ આપણા પાપગુનાઓને માફ કરવા, નવી દિશા દેખાડવા અને આપણને સાચો માર્ગ દેખાડવા આપણા માટે આપણી મધ્યે અવતર્યા.

નાતાલના સમયે 'તારા'નું શુ મહત્વ છે અને તેને લગતી બીજી અન્ય વસ્તુઓ જે નાતાલનાં સુશોભનમાં ઉપયોગ કરીએ છીએ. તેનું મહત્વ સમજીએ આ વસ્તુઓની ખ્રિસ્તી ઘરોમાં અને ચર્ચમાં ઉપયોગી થાય છે.

(૧) પ્રકાશઃ- જયારે ઈસુનો જન્મ થયો ત્યારે એક અદ્દભુત પ્રકાશ  છવાયેલો હતો. આ પ્રકાશએ પ્રેરિત કરે છે કે હવે અંધકારનો નાશ થયો છે અને એક રાજા, આપણી મધ્યે માનવરૂપમાં આવ્યા છે. જે આખા વિશ્વમાં રાજ કરશે અને પાપ અને બુરાઈનો નાશ કરશે.

(૨) તારોઃ- જયારે ઈસુનો જન્મ થવાનો હતો. ત્યારે તારો આગળ આગળ ચાલતો હતો અને ભરવાડોને રસ્તો બતાવતા હતા. ભરવાડોને સ્વર્ગદૂતે આકાશમાંથી જમીન પર અવી દર્શન દીધાં અને કહ્યું કે એક તારો જે તમારી આગળ જશે અને જયાં તે અટકશે ત્યાં તમે એક બાળકને લૂગડામાં લપેટેલું જોશો એ જ આપણા તારનાર અને રાજાઓના રાજા ઈસુને તમે પામશો.

(૩) ક્રિસમસ ટ્રીઃ- જયારે બાળ ઈસુનો જન્મ થયો ત્યારે ખૂબ કડકડતી ઠંડી હતી જેના કારણે સઘળા વૃક્ષો ઉપર બરફ જામી ગયો હતો. જેને ક્રિસમસ- ટ્રી કહેવાય છે. કારણ કે તે દિવસોમાં ક્રિસમસ ટ્રી એવું દેખાય છે.

(૪) ક્રિસમસ કાર્ડઃ- આપણે આપણા સ્નેહીજન જે આપણાથી ઘણાં દૂર છે. તેમને ક્રિસમસ- નાતાલની શુભેચ્છા પાઠવવા ક્રિસમસ કાર્ડ મોકલીને શુભેચ્છા પાઠવીએ છીએ.

(૫) ગભાણઃ- ખ્રિસ્તી લોકો મોટાભાગના લોકો ઘરમાં ગભાણ બનાવીને પ્રભુ ઈસ્તુનો જન્મ કેવી રીતે કેવી જગ્યાએ થયો હતો તેને દર્શાવે છે.

નાતાલમાં આ ચિહનોનું આ રીતે ખૂબ મહત્વ છે. નાતાલમાં કેકનું વિશેષ મહત્વ છે. પકવાન, મિઠાઈ તો બનાવીએ છીએ. પરંતુ 'કેક' નાતાલમાં કેમ બનાવાય છે? કેમ કે આપણે ઈસુ જે આપણી મધ્યે મનુષ્યરૂપમાં આવ્યા તે બહુમૂલ્ય છે. જેમનું અમે સ્વાગત કરીએ છીએ. કેકમાં ખૂબ મોંઘી વસ્તુ ઉમેરીને અમૂલ્ય કેક તૈયાર કરીને સૌની સાથે અરસપરસ કે બનાવીને ખાઈને આનંદ અને ઉલ્લાસને વ્યકત કરીએ છીએ. જેમ પ્રભુ ઈસુ અમૂોલ્ય છે. તે તેમના સ્વાગત માટે બહુમૂલ્ય વસ્તુ કેક બનાવીને તેમનું સ્વાગત કરીયે છીએ.

હવે એ વસ્તુ પર પ્રકાશ પાડીએ કે નાતાલ કેવી રીતે મનાવાય છે? શું નવા કપડા પહેરીને? અવનવી વાનગીઓ બનાવીને? કેવી રીતે? આપણે કોઈ ગરીબ- જરૂરીયાતમંદને મદદ કરીએ છીયે? અપંગ- લાચાર, વૃધ્ધો- વડીલોની મધ્યે આપણે ખુશી વ્યકત કરીએ છીએ? તેમની સાથે મળીને ખુશી વ્યકત કરીએ છીએ? કોઈને મદદ કરવી સદ્વિચાર રાખવો, કોઈના દુઃખોમાં દુઃખી થઈને દુઃખી પરિવારો માટે પ્રાર્થના કરીને? આ સર્વ શું આપણે કરીએ છીએ? તે આ એક સાચો મર્મ છે. નાતાલનો આ સર્વ વસ્તુઓનો અમલ કરવો એ જ સાચા અર્થમાં નાતાલ છે.

તો ચલો, આપણે બાળ ઈસુને સાચા હૃદયથી સાચા મનથી ભેટ અર્પણ કરીએ અને બદલામાં ઈસુ આપણને આશિષોથી માલામાલ કરશે. આપણા પરિવારોમાં આનંદ છવાઈ જશે અને આપણને નવી દિશા દેખાડશે એ ઈસુની આપણને Return Gift (બદલામાં ભેટ) આપશે.

This is christmas

every time a hand reaches out to help another.

that is christmas

every time someone puts anger aside and strives for understanding...

that is christmas,

every time people forget their diffevences,

and realize their love for each other...

that is christmas,

may this christmas bringus closer,

to the spirit of human understanding,

and closer to the blessing of peace.

સર્વને અમારી તરફથી નાતાલની શુભકામના નાતાલ સૌ હળીમળીને મનાવીએ ખુશીથી મનાવીએ.

HAPPY CHRISTMAS- PROSPROUS NEW YEAR

શ્રીમતી આઈલીન રોબિન્સન

મો.૬૩૫૫૦ ૮૪૬૯૮

(11:42 am IST)