Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

વોટસન મ્યુઝીયમમાં બાંધણી કલા પ્રદર્શન શરૂ

નિયતિ શાહના બાંધણી હસ્તકલા કસબ, નિશા ભોરણીયા અને રિયા ખોયાણીના પ્રેસ્ડ બોટનીકલ કલાકૃતિઓનું પ્રદર્શનઃ કલાપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અને અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉંજવણી અંતર્ગત હસ્તકલા પ્રવૃતિને ઉંત્તેજન મળે અને યુવાઓ આત્મનિર્ભર બને એ ઉંમદા ઉંદ્દેશથી ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હસ્તકના વોટસન સંગ્રહાલય રાજકોટના ઉંપક્રમે તા.૨૪ થી ૩૦ (શુક્રથી ગુરૂ) અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉંજવણીરૂપે બાંધણી કલાનું પ્રદર્શન, નિદર્શન, વર્કશોપ તેમજ પ્રેસ્ડ બોટનીકલ કલાકૃતિઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
કલાકાર કુ.નિયતિ શાહના હસ્તે તૈયાર થયેલ ગુજરાતની પ્રસિધ્ધ Tie & Dye બાંધણીકલાની વિવિધ વસ્તુઓ જેવી કે ટીશર્ટ, ડાયરી, ફાઈલ, સ્ટોલ, વોલ ડેકોર, પર્સ, બેગ, રીંગ વગેરેનું પ્રદર્શન તેમજ બાંધણીકલાનું પ્રત્યક્ષ નિદર્શન તેમજ કલારસિક જિજ્ઞાસુઓ માટે બાંધણી કલાના વર્કશોપ પણ યોજાયેલ છે. આ સાથે રાજકોટના જ યુવા કલાકાર કુ.નિશી ભોરણીયા અને કુ. રીયા ખોયાણીના હસ્તે સર્જાયેલ એક અદ્દભુત કલા પ્રેસ્ડ બોટનીકલ કલાકૃતિઓના પ્રદર્શન પણ રાખેલ છે. રીયલ ફલાવરની પ્રોસેસથી ડેકોરેશનની કલાત્મક વસ્તુઓ જેમાં ફ્રેમ, બુકમાર્ક, કેલેન્ડર, કેન્ડલ હોલ્ડર, જર્નલ, ફ્રીઝ મેગ્નેટ, ટ્રે વગેરે તૈયાર કરવામાં આવેલ છે. રાજકોટની કલાપ્રિય જનતાને જાહેર આમંત્રણ અપાયું છે.

 

(12:00 pm IST)