Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

પોપટપરાના ઇમરાન ઠેબાને ક્રાઇમ બ્રાંચે ૬૦ હજારના દારૂ સાથે પકડ્યો

૩૧મી ડિસેમ્બર ઇફેકટ...બૂટલેગરો સામે પોલીસ પણ સક્રિય : ડ્રાઇવીંગ કરતો શખ્સ વેંચવા લાવ્યો પણ ગ્રાહકને બદલે પોલીસ આવી ગઇ : એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાની બાતમીઃ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે નાના મોટા બૂટલેગરો કમાઇ લેવા માટે મેદાનમાં આવી ગયા છે. સામે પોલીસ પણ સાબદી બની દરોડા પાડી રહી છે. પ્યાસીઓમાં એક તરફ 'માલ નથી'નો દેકારો છે ત્યારે બીજી તરફ પોલીસ સતત વિદેશી દારૂ પકડી રહી છે. ક્રાઇમ બ્રાંચે વધુ એક દરોડામાં પોપટપરા-૮માં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં ઇમરાન સલિમભાઇ ઠેબા (ઉ.૩૧)ને રૂ. ૬૦ હજારના ૧૨૦ બોટલ દારૂ સાથે દબોચી લીધો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે.  ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમ  પેટ્રોલીંગમાં હતી ત્યારે એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજાને બાતમી મળતાં ઇમરાનને તેના ઘરેથી પકડી લઇ ૬૦ હજારનો ૧૨૦ બોટલ દારૂ કબ્જે કર્યો છે. આ શખ્સ અગાઉ જૂગારના કેસમાં પણ પકડાઇ ચુકયો છે. ૩૧મી ડિસેમ્બર આવી રહી હોઇ કમાણી કરવા માટે દારૂની બાટલીઓનો જથ્થો લાવ્યો હતો. પણ ગ્રાહકને શોધે એ પહેલા પોલીસ આવી ગઇ હતી. કામગીરીમાં પીએસઆઇ એમ. વી. રબારી સાથે એએસઆઇ જયુભા પરમાર, દિગુભા જાડેજા, પી. ડી. ઝાલા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, સોકતભાઇ ખોરમ અને મનજીભાઇ ડાંગર પણ જોડાયા હતાં. 

(2:50 pm IST)