Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેનારા આરોપીને એક વર્ષની સજા બાદ પકડીને જેલહવાલે કરાયો

રાજકોટ, તા. ર૩ : શહેરમાં રહેતા યુવાને મિત્રતાની  દાવે આપેલી રકમ ચૂકવવા આપેલો અઢી લાખનો ચેક પરત કરવાના ગુનામાં મિત્રને એક વર્ષની સજા અને ચેકનું વળતર  ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ચાવડા વિજયભાઈ વાલજીભાઈએ મિત્રતાના દાવે ધર્મેશ જગદીશભાઈ રાવલને અઢી લાખ ઉછીના આપેલા હતા. તે રકમ પરત ચૂકવવા આપેલો ચેક પરત ફરતાં વિજયભાઇએ કાયદાકીય નોટીસ આપ્યા છતાં  પણ ધર્મેશ રાવલે રકમ ન ચૂકવતાં અદાલતમાં નેગોસીએબલ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. જે કેસ ચાલવા પર આવતા આરોપી કોર્ટમાં હાજર થયેલ પરંતુ બચાવ રજૂ કરેલ નહીં, આથી કોર્ટે એકસપાર્ટી કેસ ચલાવ્યો હતો. તેમાં  ફરિયાદી પક્ષના એડવોકેટના પુરાવા, રજૂઆતો, લેખિત મૌખિક દલીલ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ આરોપી ધર્મેશ રાવલને એક વર્ષની સજા અને ચેક  મુજબનું વળતર ન ચૂકવે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો હતો. તેમાં આરોપી ચુકાદા સમયે હાજર ન હોવાથી આરોપીને પકડીને હાજર કર્યો હતો. જેમાં આરોપીને જેલવોરંટ ભરીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ કામમાં  ફરિયાદ પક્ષે એડવોકેટ તરીકે મકવાણા હિતેશભાઈ ,એફ.એસ. ખોરજીયા, ડી.ડી.બથવાર, બી.બી  વાળા અને શૈલેન્દ્ર કટારીયા રોકાયેલા હતા.(

(2:51 pm IST)