Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ઢગલાબંધ પ્રોેફેશ્નલ ડિગ્રી ધરાવતા જુલીબેન સાવલીયાને ફુલડે વધાવાયા

કો-ઓપરેટીવ બેંકો પૈકી પ્રથમ વખત મહિલા સીઇઓ તરીકે રાજબેંકમાં નિમણુંક થતા સૌરાષ્ટ્ર કચ્છ સહકારી બેંકસ ફેડરેશન દ્વારા સન્માન : જુલીબેન સાવલીયા એ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન :કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સલાહકાર તરીકે અભૂતપૂર્વ સેવાઓ પ્રદાન કરી છે : વિક્રમભાઇ તન્ના :જુલીબેન સાવલીયા કો-ઓપરેટીવ ક્ષેત્રની બેંકો પૈકી ચાર હજાર કરોડ ઉપરની મોટી સાઇઝની બેંકોમા પ્રથમ મહિલા સીઇઓ તરીકે પસંદગી થયા :હારિતભાઈ મહેતા :જુલીબેન સાવલીયા આર.સી.સી. બેંકમાં દસકાથી સેવા પ્રદાન કરી છે તે દરમિયાન તેમની કર્મનિષ્ઠા ઊડીને આંખે વળગે તેવી રહી છે : ડો.બીનાબેન કુંડલીયા :જુલીબેન સાવલીયા કોર્પોરેટ ગર્વનન્સના સિદ્ધાંતોના પરિપેક્ષમાં સિનીયર લેવલે સંચાલન કરવાનો બહોળો અનભવ ધરાવે છે : ડો.પુરૂષોત્તમ પીપરીયા :જુલીબેન સાવલીયાએ તેમના કાર્યકાળ દરમ્યાન વિવિધ સંસ્થાઓમાંથી બેંકિંગને લગતી ટોપ મેનેજમેન્ટની અનેક તાલીમ પ્રોગ્રામ્સમાં હાજર રહી સતત તેમની કાર્યકુશળતામાં વધારો કરેલ છેઃ પ્રકાશ શંખાવલા

 ઉપરોકત તસ્વીરમાં સહકારી ક્ષેત્રના આગેવાનો વિક્રમભાઈ તન્ના, ડો.બીનાબેન કુંડલીયા, ડો.પુરૂષોત્તમ પીપરીયા, પ્રકાશ શંખાવલા તથા સહકાર પરિવાર રાજ બેંકમા પ્રથમ મહિલા સીઇઓ તરીકે નવનિયુકત થનાર જુલીબેન સાવલીયાનુ પુષ્પગુચ્છોથી અને શબ્દોથી સન્માન કરતા દ્રષ્ટિગોચર થાય છે. 

રાજકોટઃ ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક (આર.સી.સી. બેંક) અને સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન દ્વારા રાજકોટ મુકામે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. ના નવનિયુકત પ્રથમ મહીલા જીએમ અને સીઇઓ જુલીબેન સાવલીયાનો જાજરમાન અભિવાદન સમારોહ રાખવામાં આવેલ.

 અંગ્રેજી ભાષા ઉપર વિશેષ પ્રભુત્વ ધરાવનાર જુલીબેન સાવલીયા હાયર સેકન્ડરીમાં સમગ્ર ગુજરાતમાં છઠ્ઠા ક્રમે તથા રાજકોટમાં ત્રીજા ક્રમે ઉતીર્ણ થયેલ છે. આ ઉપરાંત તેમણે બેચરલ ઓફ બિઝનેશ એડમિનીસ્ટ્રેશન, માસ્ટર ઓફ બિઝનેશ એડમિનીસ્ટ્રેશન સહિત ઈન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ બેંકિંગ એન્ડ ફાયનાન્સ મુંબઈમાંથી બેંકિંગ ક્ષેત્રના CAIIB અને JAIIB ના સમગ્ર બેંકિંગ ક્ષેત્રમાં અતિ પ્રતિષ્ઠિંત ગણાતા અભ્યાસક્રમો પ્રથમ પ્રયત્ને સફળતાપર્વક પૂર્ણ કરેલ છે એટલું જ નહી આ ડિગ્રીઓ પ્રાપ્ત કરવાની સાથે સાથે વિશ્વ કક્ષાના સેમીનારોમાં પણ પાર્ટીસીપેન્સ થઇ અનેક પ્રશંસાપત્રો તેમના નામે નોંધાયેલા છે.

 જુલીબેન સાવલીયા fiu માટે મુખ્ય અધિકારી તરીકે ૯ વર્ષથી ઉપરનો બહોળો અનુભવ ધરાવે છે, આ ઉપરાંત આરબીઆઇ માટે ૯ વર્ષથી વધુ સમય compliance officer તરીકે પણ કાર્યરત રહેલ છે.

 જુલીબેન સાવલીયાના અનુભવની વધુમાં વાત કરીએ તો Portfolio Manager તરીકે Internal Auditor  તરીકે Audit and Compliance (External) તરીકે કાર્યરત રહેવાની સાથો સાથ Recovery of NPAs, Business Development, Retails Banking Operations, Loans and Advances  સહિતના બેકિંગને લગતા સર્વાગી પાસાઓમાં બહોળો અનુભવ ધરાવે છે.

 છેલ્લા દાયકાથી ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક સાથે માનદ્ સેવાથી જોડાયા તે પહેલા રાજકોટ પીપલ્સ બેંકમાં રેગ્યલેટરી કોમ્પ્લાઇન્સ ડિવીઝનમા સિનીયર લેવલ દરજ્જે એક દાયકાથી ફરજ બજાવનાર તેમજ, એચડીએફસી બેંક જેવી દેશની પ્રતિષ્ઠિત બેંકથી તેમની કેરીયરની શરૂઆત કરનાર જુલીબેન સાવલીયાની સૌરાષ્ટ્રની અગ્રીમ હરોળની ધિ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. (રાજ બેંક) માં સી.ઇ.ઓ. તરીકે નિમણુંક થયેલ છે તે બદલ શુભેચ્છા સમારંભ ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક (આર.સી.સી. બેંક) અને સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન ના હોદ્દેદારો અને સૌરાષ્ટ્રની સહકારી બેંકોના સિનીયર લેવલ સ્ટાફ સાથે યોજવામાં આવેલ. આ શુભેચ્છા સમારંભમા જુલીબેનને બિરદાવી સહકારી ક્ષેત્રના માંધાતાઓએ ખાસ શુભેચ્છાઓ પાઠવેલ.

 આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના પ્રેસીડેન્ટ વિક્રમભાઈ તન્નાએ જણાવેલ કે જુલીબેન સાવલીયા સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સલાહકાર તરીકે અભૂતપૂર્વ સેવાઓ પ્રદાન કરી રહયા છે અને અમોને દ્રઢ વિશ્વાસ છે કે ભવિષ્યમા પણ તેમની સેવાઓ સંસ્થાને નિરંતર મળતી રહેશે.

 સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સેક્રેટરીશ્રી અને સિટીઝન કો-ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી હારિતભાઈ મહેતાએ જણાવેલ કે કો-ઓપરેટીવ ક્ષેત્રની બેંકો પૈકી ચાર હજાર કરોડ ઉપરની મોટી સાઇઝની બેંકોમા પ્રથમ મહિલા સીઈઓ તરીકે પસંદગી થનાર જુલીબેન સાવલીયા પ્રવર્તમાન સમયમા પણ મોટી સાઇઝની બેંકમા એકમાત્ર મહિલા સીઈઓ તરીકે કાર્યરત હોવાનુ બહુમાન ધરાવે છે તે અભિનંદનને પાત્ર છે.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ડીરેકટર અને આર.સી.સી. બેંકના એમ.ડી ડો.બીનાબેન કુંડલીયા એ પોતાના વકતવ્યમા જણાવેલ હતુ કે જુલીબેન સાવલીયા આર.સી.સી. બેંકમા દસકાથી માનદ્ સેવા પ્રદાન કરી રહયા હતા તે દરમિયાન તેમની કર્મનિષ્ઠા અને બેંકિંગ તજજ્ઞતા ઊડીને આંખે વળગે તેવી રહી છે. અર્બન કો-ઓપરેટીવ બેંક ક્ષેત્રે તેમના બે દાયકાના પદાર્પણ થી સહકારક્ષેત્ર સંતૃષ્ટ રહા છે.

 આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન અને આર.સી.સી. બેંકના સી.ઈ.ઓ. ડો.પુરૂષોત્તમ પીપરીયાએ પ્રાસંગિક વકતવ્ય આપતા જણાવ્યું હતું કે જુલીબેન સાવલીયા બેંકિંગ ક્ષેત્રમાં આશરે બે દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. સ્વભાવે સૌમ્ય અને શાંત હોવાની સાથેસાથે શિસ્તની બાબતમાં કયારેય બાંધછોડ કરતા નથી. જુલીબેન સાવલીયા કોર્પોરેટ ગર્વનન્સના સિદ્ધાંતોના પરિપેક્ષમાં સિનીયર લેવલે સંચાલન કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

 બેંકના સિનીયર લેવલે સંચાલનમાં એક દાયકા સધી માનદ્ સેવાથી જોડાયેલા હોય તેમની કુનેહ અને આવડત થી અમે ખુબ જ પ્રભાવિત રહા છીએ. આર.સી.સી. બેંક માં તેમની અલવિદાથી અમો ચોકકસ ખાલીપો અનુભવશું પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે રાજ બેંક જેવી મોટી સાઈઝની બેંકની ઓફર સ્વીકારવી તેમના માટે માત્ર આવશ્યક જ નહી અનિવાર્ય પણ હતુ. અમો સહકાર પરિવાર તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવાઇ છે.

 આ ખાસ પ્રસંગે આર.સી.સી. બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશ શંખાવલા એ વધુમાં જણાવ્યંુ હતું કે જુલીબેન સાવલીયાએ તેમના કાર્યકાળ દરમ્યાન વિવિધ સંસ્થાઓમાંથી બેંકિંગને લગતી ટોપ મેનેજમેન્ટના અનેક તાલીમ પ્રોગ્રામ્સમાં હાજર રહી સતત તેમની કાર્યકુશળતામાં વધારો કરેલ છે. જુલીબેન સાવલીયાએ સહકાર ક્ષેત્ર વિષયક તાલીમ વર્ગોમા ફેકલ્ટી તરીકે અનેક તાલિમી સંસ્થાઓમા સેવાઓ પ્રદાન કરેલ છે. 

(3:00 pm IST)