Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રવિવારે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ

નિધિ સ્કુલ અને નેક્ષસ ફીટનેસ જીમ દ્વારા બાલભવન ખાતે આયોજન : રોકડ ઈનામો

રાજકોટ, તા. ૨૪ : નિધિ સ્કુલ - રાજકોટ અને નેક્ષસ ફીટનેસ જીમ - રાજકોટ દ્વારા તેમજ આર.કે. બિલ્ડર્સ અને ટીઈ ફીટનેસ સ્પોટ્ર્સના સહયોગથી ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ સૌરાષ્ટ્ર શ્રી ૨૦૨૧નું આયોજન બાલભવન ઓપન થિયેટર રેસકોર્ષ રીંગ રોડ ખાતે તા. ૨૬ના રવિવારે કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ૯ વજનના ગ્રુપ રહેશે. ૫૫ કિલો, ૬૦ કિલો, ૬૫ કિલો, ૭૦ કિલો, ૭૫ કિલો, ૮૦ કિલો, ૮૫ કિલો, ૯૦ કિલો, ૯૦ પ્લસ કિલોમાં આ સ્પર્ધામાં ભાઈઓ ભાગ લેશે. વિજેતા સ્પર્ધકોએ કેશ પ્રાઈઝ, મેડલ તેમજ સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, જીલ્લા રમત ગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, કર્ણાવતી કલબ અમદાવાદના ડાયરેકટર વિરલભાઈ પટેલ હાજર રહેશે.

નિધિ સ્કુલ રાજકોટ, મનોજભાઈ બોરીચા - આર.કે. બિલ્ડર્સ, જીમીભાઈ ભુવા - નેશનલ ફીટનેસ કલબ, ટીઈ સ્પોટ્ર્સના દિપકભાઈ, જતીનભાઈ જેઠવા, પ્રયોસા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉર્વેશ પટેલ શાંદીપની સ્કુલ તેઓનો સહયોગ મળેલ છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ટુર્નામેન્ટ ડાયરેકટર યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અસ્ફાક ધૂમરા, જય ચંદનાની, હર્ષદ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ સ્પર્ધાની માહિતી માટે અસ્ફાક ધુમરા (મો.૯૯૯૮૮૩૭૩૬૯)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. 

(3:02 pm IST)