Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

પેપર લીક પ્રશ્ને છાત્ર સમિતિની રજુઆત

 સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા હાલમાં ચાલી રહેલ બી.કોમ સેમ-૩નું અર્થશાસ્ત્ર (ઇકોનોમિકસ)નું પેપર આશરે ૫૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપી રહેલ છે. જે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ પાસે ફરતુ થઇ ગયુ હોય આ બાબતની જાણ સી.વાય.એસ.એસ.ના પ્રમુખ સુરજભાઇ બગડાને થતા તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતીને રૂબરૂ થઇને રજુઆત કરેલ. શિક્ષણ સેલ પ્રમુખ દિગુભા વાઘેલા તેમજ યુવા ઉપપ્રમુખ પ્રણવભાઇ ગઢવી તેમજ સી.વાય.એસ.એસ. ઉપપ્રમુખ ઉત્સવભાઇ કાથરોટીયા સાથે જોડાયા હતા. 

(3:06 pm IST)