Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

ડીવાઇનફીલ ટ્રસ્ટ દ્વારા ચેરીટી ઇવેન્ટ

 ડીવાઇનફીલ ટ્રસ્ટ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે 'શેર એ ફીલીંગ્સ' શીર્ષક તળે બા-દાદા સાથે જુના ગીતોની ચેરીટી ઇવેન્ટ યોજવામાં આવી હતી. બીએપીએસના પૂ. અપૂર્વમુનીદાસ સ્વામીના હસ્તે દીપપ્રાગટયથી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. જુના કર્ણપ્રિયગીતોમાં સૌ ઝુમી ઉઠયા હતા. વન્સ મોરના નારા લાગ્યા હતા. સમગ્ર સંચાલન ટ્રસ્ટના અગ્રણી મેહુલભાઇ રવાણીએ સંભાળ્યુ હતુ. ચેરીટી ઇવેન્ટને સફળ બનાવવા સંસ્થાના અતુલભાઇ કુંભાણી, કેતનભાઇ સોરઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:07 pm IST)